તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 3 હજાર ગરીબના 1.5 કરોડ પડાવી યુગલ ફરાર

3 હજાર ગરીબના 1.5 કરોડ પડાવી યુગલ ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય મરાઠી નેટવર્ક | ઔરંગાબાદ

મહારાષ્ટ્રમાંયુવક-યુવતીએ મીણબત્તી બનાવવાના રોજગારની લાલચ આપીને ત્રણ હજાર લોકો પાસે લગભગ દોઢ કરોડ રૂપિયા લઇને ભાગી ગયા. છેતરાયેલા લોકોએ ગત સપ્તાહે બંટી-બબલી વિરુદ્ધ રિપોર્ટ નોંધાવ્યો હતો.

પોલીસ પ્રમાણે પ્રશિક બનસોડ તથા તેની પત્ની નેહા વિરુદ્ધ લોકોએ ફરિયાદ કરી છે કે યુગલ આઠ મહિના પહેલાં યુગલ ઔરંગાબાદ આવ્યું હતું. યુવક પોતાને આઇઆઇટીનો માસ્ટર ગણાવતો હતો. તેના માટે તેણે ઇન્ફોટેક કેન્ડલ્સ નામથી કંપની શરૂ કરી હતી. જ્યારે જાહેરાત આપવામાં આવી ત્યારે લોકો આવવા લાગ્યા. એક કિલો કાચા માલ માટે 210 રૂપિયા ડિપોઝિટ કરવાનો રેટ રાખ્યો. પછી પાંચ રૂપિયાની કિંમતે મીણબત્તી ખરીદવાનો રેટ નક્કી કર્યો.આ બધું શરૂઆતમાં સારું ચાલતાં યુગલે રેટ વધાર્યો. તેણે લોકોની ક્ષમતા જોઇને 2400થી લઇને 24 લાખ સુધીની ડિપોઝિટ વધારી હતી. લગભગ 3 હજાર લોકોને છેતરીને બંટી-બબલી ફરાર છે. પ્રકરણ બહાર આવતાં જાણવા મળ્યું કે યુગલે 2015માં નાગપુરમાં પણ રીતે લોકોને છેતર્યા હતાં. ત્યાં સીતાબર્ડી સ્ટેશનમાં તેમના વિરુદ્ધ એફઆઇઆર નોંધાઇ છે.

550લોકોએ ફરિયાદ નોંધાવી

ગુરુવારે550 જેટલાં છેતરાયેલાં લોકોએ ફરિયાદ નોંધાવી છે. અંદાજ પ્રમાણે યુગલ દોઢ કરોડ રૂપિયા લઇને યુગલ ફરાર થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...