તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લોકોનેપૈસાના..... તેમણેકહ્યું હતું કે કેટલાંક શહેરોમાં સ્થાનિક એકમોને

લોકોનેપૈસાના..... તેમણેકહ્યું હતું કે કેટલાંક શહેરોમાં સ્થાનિક એકમોને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકોનેપૈસાના.....

તેમણેકહ્યું હતું કે કેટલાંક શહેરોમાં સ્થાનિક એકમોને ત્રણ-સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા સુધીનો ટેક્સ મળતો હતો પણ 8 નવેમ્બર બાદ તેમને ટેક્સ પેટે 13 હજાર કરોડ મળી ચૂક્યા છે.

ભ્રષ્ટાચારરોકવો હોય તો મોબાઈલને બેન્ક બનાવી લો:

મોદીએભટિંડામાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મારે ગરીબોને તેમનો હક અપાવવો છે. કેશનો વેપલો દેશને ઉધઇની જેમ ખાઇ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે,કાળાંનાણાંવાળા અને ભ્રષ્ટાચારીઓને રોકવા હોય તો પોતાના મોબાઈલને બેન્કની બ્રાન્ચ અને પાકિટ બનાવી લો. મોદીએ સરકારી વિભાગોની ચુકવણી પણ ઓનલાઇન કરવા નિર્દેશ આપ્યા હતા.

સંસદમાંમોદી માફી માગે તેવાં સૂત્રોચ્ચાર

મોદીના‘તૈયારી’ વાળા નિવેદન પર વિપક્ષ ધૂંધવાઇ ગયો છે. વિરોધમાં સંસદના બંને ગૃહોમાં ‘પ્રધાનમંત્રી માફી માગો’ જેવાં સૂત્રો પોકારાયાં હતાં. હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી સતત સાતમા દિવસે સ્થગિત કરવી પડી હતી. રાજ્યસભામાં પણ હોબાળો થતો રહ્યો હતો.

^પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યો છે કે વિપક્ષી પાર્ટીઓ બ્લેકમનીના ટેકામાં છે. સમગ્ર વિપક્ષ અને ગૃહનું અપમાન છે. તેમણે માપી માગવી જોઇએ. > ગુલામ નબી આઝાદ, કોંગ્રેસ

^પ્રધાનમંત્રી ગૃહની અંદર નથી બોલી રહ્યા પણ બહાર બોલે છે. શું અમે લોકો કાળાંનાણાંને ટેકો આપીએ છીએω શું અમારી પાસે બ્લેકમની છેω > માયાવતી,બીએસપી

^ મોદીએ વિપક્ષને કાળાંનાણાંનો સંરક્ષક કહ્યો છે. ખૂબ શરમજનક અને ગંભીર આરોપ છે. > શરદ યાદવ, જેડીયુ

બેન્કમાંઅઘોષિત રકમ.....

તેનામાટે આવકવેરા કાયદામાં સુધારો કરવો પડશે. જે આગામી સપ્તાહે સંસદમાં આવી શકે છે.

નોટબંધી બાદ નાણામંત્રાલયે જણાવ્યું હતું કે કાળાંનાણાં ઉપર ટેક્સ અને 200 ટકા પેનલ્ટી લાગશે. પરંતુ આવકવેરા કાયદામાં આવી કોઈ જોગવાઈ નથી. તેથી કાયદામાં ફેરફાર અંગે ગુરુવારે ચર્ચા કરવામાં આવી હતી.

સૂચિતકાયદાને આમ સમજો

માનીલો કે તમે નોટબંધીના 50 દિવસ વચ્ચે બેન્ક ખાતામાં 10 લાખ રૂપિયા જમા કરાવ્યા છે.

-તમે હિસાબ નહીં આપી શકો તો 50 ટકા ટેક્સ આપવાનો રહેશે. 5 લાખ ટેક્સ કપાશે, 5 લાખ વધશે.

- તેનાથી બચેલા 5 લાખ રૂપિયાના અડધા એટલે કે 2.5 લાખ રૂપિયા 4 વર્ષ માટે ફ્રિઝ થશે.

-એટલે કે જાહેર કરેલી રકમનો 25 ટકા ભાગ 4 વર્ષ સુધી ઉપયોગ કરી શકાશે નહીં.

લોકોજૂની નોટનો.....

{ ટેક્સમાં મળેલા રૂપિયાનું સરકાર શું કરશે ω?

બેદરખાસ્ત છે. પહેલી, અલગ બોન્ડ લાવશે. ચાર વર્ષ લોક-ઈન વાળા 25 ટકા રૂપિયાનું તેમાં રોકાણ કરાશે. બીજી, અલગ ફંડ બને. તેનો ઉપયોગ ગામોમાં વીજળી, રસ્તા જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં કરાશે.

{ઘરોમાંસોના રાખવાની મર્યાદા પણ નિશ્ચિત કરાવાની ચર્ચા છે. તેમાં કેટલી હકીકત છે ?ω

નાણામંત્રાલયેસ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ દરખાસ્ત પર વિચારણા થઈ રહી નથી.

સેન્સેક્સમાં456 પોઇન્ટ.....

બીજીતરફફીચ રેટિંગ્સે આગાહી કરી છે કે, ભારતનો જીડીપી ગ્રોથ ચીન કરતાં પણ ઊંચો રહેશે. ભારત આર્થિક સુધારાઓ અને પોલિસીમાં ઉદારીકરણ જેવા સંખ્યાબંધ પગલાંઓના સહારે આર્થિક વિકાસમાં જમ્પ દેખાડે તેવી શક્યતા છે. તેના પગલે આઇટી, ટેકનોલોજી, મેટલ, ફાર્મા, સ્મોલકેપ અને મિડકેપ સેગ્મેન્ટમાં સુધારાન ચાલ રહી હતી.

કાશ્મીરઅથડામણમાં.....

જેમાંએક જવાન ઘાયલ થયો હતો. ગોળીબાર કરતાં આતંકવાદીઓએ મકાનની બહાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ટીમે બંનેને ઠાર માર્યા હતા. બંને આતંકવાદીઓ અનેક હુમલામાં સામેલ થઈ ચૂક્યા છે. અથડામણ બાદ સ્થાનિક લોકોએ સલામતીદળો વિરુદ્ધ દેખાવો કર્યા હતા.

પેટ્રોલિંગદરમિયાન પોલીસ ઉપર હુમલો

કુલગામનાબજારમાં પહેરો ભરી રહેલી પોલીસની ટીમ ઉપર શુક્રવારે આતંકવાદીઓના જૂથે હુમલો કરી દીધો હતો. ગોળીબારમાં ત્રણ પોલીસકર્મીઓ ઘવાયા હતા. જવાબી કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓ નાસી છૂટ્યા હતા. ત્રણ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઇલાજ દરમિયાન બે પોલીસકર્મીઓ જલાલુદ્દીન અને જસ્વીર અહેમદે અંતિમ શ્વાસ લીધા હતા. શમસુદ્દીન ગંભીર રીતે ઘવાયો છે. હુમલા બાદ આખા વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ આતંકવાદીઓની ભાળ મળી નથી.

કાશ્મીરમાંપાંચ બેન્ક લુટારા ઝડપાયા

બડગામજિલ્લામાં થયેલી બેન્ક લૂંટના કિસ્સામાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. તે લોકો આતંકવાદી સંગઠન તોઇબા માટે કામ કરે છે. તેમના વધુ ત્રણ સાગરિતોની શોધખોળ ચાલી રહી છે. 21 નવેમ્બરે ચરાર-એ-શરીફ વિસ્તારમાં બંદૂકનાં નાળચે રૂ. 14 લાખની લૂંટ કરવામાં આવી હતી. ધરપકડ થયેલા આતંકવાદીઓએ જણાવ્યું હતું કે યોજના તોઇબાના બે પાકિસ્તાની આતંકવાદી અબુ અલી, અબુ ઇસ્માઇલ તેમજ સ્થાનિક આતંકવાદી આસિફ ડારે ઘડી હતી. જૂથ પાસે નાણાંનો અભાવ હોવાને કારણે બેન્ક લૂંટવામાં આવી હતી.

જામિયામસ્જિદના દરવાજા ચાર માસ બાદ ખૂલ્યા, સલામતીદળો ઉપર પથ્થરમારો

આતંકવાદીબુરહાનના મૃત્યુ બાદ પહેલીવાર શુક્રવારે શ્રીનગરમાં જામિયા મસ્જિદના દરવાજા ખોલવામાં આવ્યા હતા. અનેક લોકોએ અહીં નમાજ પઢી હતી. અહીં તો માહોલ શાંત રહ્યો હતો પરંતુ સોપોર અને ઓલ્ડ શ્રીનગર રાજૌરી કદલમાં દેખાવો કરીને સલામતીદળો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જવાનોએ પણ સામે અશ્રુવાયુના ગોળા છોડ્યા હતા. રાજૌરીમાં પથ્થરમારા ઉપરાંત ભારત વિરોધી સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા. એકંદરે અન્ય ભાગોમાં શાંતિ જળવાઈ રહી હતી.

દિલ્હી- NCRમાં.....

અહેવાલસુપરત કરવા જણાવ્યું છે. બેન્ચે જણાવ્યું હતું કે ચુકાદો લોકહિતમાં આપવામાં આવ્યો છે. અંગે અમે રિસર્ચનો અહેવાલ વાંચીને અને આરોગ્ય ઉપર પડનારી તેની ખરાબ અસર જાણ્યા વિના અમે અંતિમ ચુકાદો આપી શકીએ.

કોર્ટે ગત 11 નવેમ્બરે અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો. અને કહ્યું હતું કે અંગે તબક્કાવાર પગલાં લેવામાં આવશે કારણ કે ફટાકડા સામાન્ય જીવનનો ભાગ બની ચૂક્યાં છે.

ભરૂચનાબિલ્ડર પાસેથી.....

તેણેછરો બતાવી બિલ્ડરના કર્મચારી સંજય પાસેથી બળજબરીથી રૂા. 50 લાખની નોટોના બંડલો બીજા થેલામાં મૂકાવ્યા હતાં.

અકોટામાં રહેતા રાકેશ ચંપકલાલ શાહના મિત્ર મિલીન શાહ વિરાટ કન્સ્ટ્રકશનના નામે વ્યવસાય કરે છે. બિલ્ડરે રૂા. 500 અને 1000ની રૂા. 2.25 કરોડની નોટ પડી હોવાથી તેને બદલી આપનાર કોઇ ધ્યાનમાં હોય તો કહેજો તેમ કહેતા પાણીગેટ જૂનીગઢી ખાતે રહેતા અને લાસ્ટ વીક ન્યૂઝ પેપર ચલાવતા વિશાલ ઉર્ફે વિક્કી કહારનો સંપર્ક કર્યો હતો.

ગત 19મીએ બપોરે 2 વાગે બિલ્ડર, તેમને ત્યાં કામ કરતો સંજય અને રાકેશ હોન્ડા સિટી કારમાં રૂા. 2.25 કરોડ લઇ નેશનલ હાઇવે વાઘોડિયા ચોકડી પાસે પહોંચતાં વિશાલ કહાર આઇ 20 કાર લઇને ગયો હતો. તેણે ખાતરી કર્યા બાદ સંજય અને રાકેશને કારમાં બેસાડી લીધા હતા. જ્યારે બિલ્ડરને કામ હોવાથી તેઓ જતા રહ્યા હતાં. વિશાલ ઉર્ફે વિક્કીએ કાર પૂરઝડપે દોડાવી નિમેટા ગાર્ડન પાસે ગયા હતા. જ્યાં સ્કોર્પિઓ , સ્વિફ્ટ અને વેગનઆર કારમાં ધસી આવેલા 6 શખ્સોએ કારને આંતરી હતી.

કારમાંથી ઉતરેલા શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચ અને પ્રેસના માણસો હોવાની ઓળખ આપી હતી. વિશાલે સીટ નીચેના લાલ થેલામાંથી બંદૂક લઇ રાકેશના લમણે મૂકી તેને વેગનઆર કારમાં બેસાડી દીધો હતો જ્યારે સંજયને અન્ય કારમાં બેસાડી નિમેટા ગાર્ડનના પાર્કિંગમાં લઇ આવ્યા હતાં અને થેલામાં મૂકેલા રૂપિયા કાળુ નાણુ છે, તો ચરસી છે જેથી ચૌક્કસ પાઉડરના પૈસા છે કહી ધમકાવ્યા હતાં. તુલસીવાડીમાં રહેતો અને પત્રકાર કિરણ ચૌહાણે છરો કાઢી બળજબરીથી રૂા. 50 લાખ કાઢી લઇ રવાના થઇ ગયા હતા. કિરણની કારની આગળ ભાજપના ચિન્હો લાગેલા હતાં.

ઘટના બાદ વિશાલ કહાર બંનેને વાઘોડિયા પોલીસ સ્ટેશન બહાર લઇ ગયા બાદ ત્યાંથી પરત નીકળ્યો હતો અને તેમની પાસેના રૂા. 1.75 કરોડ લઇ લીધા હતાં.

વાઘોડિયા ચોકડી પાસે સંજયને ફાર્મહાઉસમાં લઇ જઇ કાપી નાખવાની ધમકી આપી તેને ઉતારી દીધો હતો ત્યારબાદ રાકેશને વાઘોડિયા ઓવરબ્રિજ પાસે ઉતારી દીધો હતો. ઘટના અંગે શુક્રવારે મોડી સાંજે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...