તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાંચ મોટા ફેરફાર સાથે કેટીએમ ડ્યુક 390 લોન્ચ થશે

પાંચ મોટા ફેરફાર સાથે કેટીએમ ડ્યુક 390 લોન્ચ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} તેને વધારીને હવે 180 એમ એમ કરાયું છે.

}એન્જિન :373.2 સીસી

}બીએચપી:44

}ગિયરબોક્સ:6 સ્પીડ

}માઇલેજ:25કિ.મી./લી

}વજન:149 કિગ્રા (ડ્રાઇવેઇટ)

390ની ડિઝાઇન સુપર ડ્યુક 1290ની ઇન્સ્પાયર્ડ

નવીડ્યુક 390નું ફ્રન્ટ, રિયર અને સાઇડ વ્યૂ કેટીએમની સુપર ડ્યુક 1290 થી ઇન્સ્પાયર્ડ છે. હવે અગાઉ કરતાં વધુ અગ્રેસિવ દેખાય છે. તેમાં ઓલ ન્યુ રિપ્લટ હેડલેમ્પ સુંદર રીતે એડજસ્ટ કરાયો છે.

સૌથી મોટો ફેરફાર ટીએફટી કલર ડિસ્પ્લે સ્ક્રીન

નવી390માં સૌથી મોટા ફેરફાર ટીએફટી કલર ડિસ્પ્લે સ્કીરિન છે જેની સાથે સ્માર્ટફોન કનેક્ટ થાય છે. સ્ક્રીન બાઇકના સેટિંગ પણ દર્શાવે છે. અગાઉની 390માં બ્લેક એન્ડ વ્હાઇટ કલર ડિસ્પ્લે સ્ક્રીન હતી.

ઓસ્ટ્રેલિયન કંપનીકેટીએમ દુનિયાભરમાં તેની લાઇટ વેટ નેક્ડ, સ્પોર્ટ્સ ટુઅરર અને સુપર સ્પોર્ટ્સ બાઇક માટે વખણાય છે. ભારતમાં કેટીએમને બજાજ ઓટો લાવી હતી અને પ્રથમ બાઇક ડ્યુક 200ને રેડી ફોર રેસ ટેગ સાથે લોન્ચ કરાઇ હતી. તેના બાદ કંપની ડ્યુક 390 લઇને આવી અને પછી આરસી 200 અને આરસી 390. ઇન્ડિયન બાઇક લવર્સને બાઇક પસંદ આવી. એટલું નહીં ઇન્ડિયન રોડ એન્ડ ઓફ રોડ રેલીઝમાં પણ બાઇક ચલાવવામાં આવી.

ખાસ ખબર છે કે 2017ની શરૂઆતમાં કેટીએમ નેક્ડ ડ્યુક 390ને એક નવા રંગરૂપમાં ભારતીય બજારમાં લોન્ચ કરશે. મોડલને અમુક દિવસો અગાઉ ઇઆઇસીએમએ બાઇક શો-2016 મિલાન(ઇટાલી)માં રજૂ કરવામાં આવી હતી. ઓવરઓલ ડિઝાઇન તો બદલાઇ ગઇ છે ઉપરાંત પાંચ મોટા ફેરફારો કરાયા છે. એવું કહેવામાં કાંઇ ખોટું નથી કે નવી ડ્યુક 390 ને હવે અગાઉથી વધુ શાર્પર અને અગ્રેસિવ બનાવાઇ છે.ચાલો જાણીએ તેના પાંચ મોટા ફેરફારો વિશે..

ઈઆઇસીએમપી બાઇક શો- 2016 િમલાન (ઇટાલી)માં તાજેતરમાં કેટીએમની નવી નેક્ડ ડ્યુક 390 રજૂ કરવામાં આવી

} અગાઉ ગ્રાઉન્ડ ક્લીયરન્સ 170 MM હતું.

} હવે તેમાં ટીએફટી કલર ડિસ્પ્લે સ્ક્રીન છે.

} ફ્યુઅલ ટેન્ક જેની ક્ષમતા વધારી 11 થી 13.9 લી. કરાઇ છે.

} હિડન એગ્ઝોસ્ટને બદલે નવી એગ્ઝોસ્ટ સિસ્ટમ લગાવાઇ છે

} ઓલ ન્યુ રિપ્લટ હેડલેમ્પ ઉપરાંત તેની રિયર સીટ પણ નવી છે. ઇગ્નિશનની લોકેશન પણ બદલવામાં આવી છે. ફ્રન્ટ ડિસ્ક બ્રેકની સાઇઝ વધારીને 320 એમઅેમ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...