તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અતૂટ સંબંધની ભેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્મદિવસ અને ભેટની પરંપરા છે. બાળકના જન્મદિવસે અપાતી ભેટસોગાદોમાં ખરેખર તો એવો ઉપહાર આપવો જોઈએ, જે નવજીવન બક્ષે. દાર્શનિકોના મતે આપણું રોજ મૃત્યુ થાય છે અને રોજ ફરીથી જન્મ લઈએ છીઅે. જો વાતને સમજીએ તો ભેટનો અર્થ બદલાઈ જશે. બાળકને તમે સુંદર ઉપહારના રૂપમાં ગાઢ સંબંધની ભેટ આપી શકો. કેટલાક સંબંધો એવા હોય છે, જે યોગ્ય રીતે જીવનમાં પ્રવેશે, તો તેનાથી સારી કોઈ ભેટ હોઈ શકે. માતા-પિતાએ બાળકોને આવા સંબંધોની ભેટ આપવી જોઈએ. એવા અનેક પરિવારો છે, જેઓ દૂર રહેવા છતાં તેમના સંબંધો અકબંધ છે. એક અવાજ થતા બીજા દોડી આવે છે. સંબંધોનું ઊંડાણ છે. જેમાં એકબીજાનું દુ:ખ નથી જોઈ શકાતું. આની તૈયારી બાળપણથી કરવી પડે છે. પારિવારિક જીવન જીવનારા લોકો માટે કોઈને આપવા માટે સુંદર ઉપહાર છે.

અન્ય સમાચારો પણ છે...