તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીથી નાના ધંધા બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીથી નાના ધંધા બંધ

લોકસભાનીચૂંટણી વખતે વર્તમાન વડાપ્રધાને વિદેશમાંથી કાળું નાણું લાવીને દરેક નાગરિકના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવવાનો વાયદો કર્યો હતો. જેના માટે પ્રયત્નો કર્યા કે નહીં, તો મોદી સરકાર જાણે, પરંતુ દેશમાં પરસેવાની કમાણી, બચત વગેરે બહારા કાઢવાનું કામ તેમણે કર્યું તે દેશની પ્રજા જાણે છે. 500-1000ની નોટબંધી કરવાથી મજૂરી કરીને પેટીયું રળતી ગરીબ પ્રજાના ધંધા-રોજગાર બંધ થઈ ગયા. સંતાનોનાં લગ્ન કે ભણતર માટે બચત કરીને ભેગી કરેલી નોટો નાબુદ કરી. દેશમાં કાળાં નાણાં કરતાં કાળી મિલકત વધુ છે. તેને બહારા લાવાની જરૂર છે, પરંતુ નવી નોટોની પૂરતી આવકના અભાવે છુટક મજૂરી કરતા કારીગરો સાવ નવરા બેસી રહે છે. રોજનું રોજ કરી ખાવાવાળી ગરીબ પ્રજાને ભૂખ્યા સૂઈ રહેવાનો વારો આવ્યો છે. જ્યારે કાળાં નાણાંધારકો તો વધારે રૂપિયા આપીને પણ ભરપેટ ભોજન કરી લે છે. જે બજારોમાં ફેરીયાઓના લીધે ચાલવાની જગ્યા મળતી, ત્યાં કાર સડસડાટ નીકળી જાય છે, નાનાધંધા ભાંગી પડ્યા છે. દિવસે ને દિવસે રૂપિયો સતત ગગડતો જાય છે.

{ રાજુધાનાણી, સુરત

અન્ય સમાચારો પણ છે...