તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગર્ભાનું ઝેરી અસર થવાથી મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયામિયાણાનીપરિણીતાનું ઝેરી અસર થવાથી મોત નીપજ્યું હતું. માળિયામિયાણામાં રહેતા મદીનાબેન આશિફભાઇ જેડા (ઉ.વ.21)ને ગુરુવારે રાત્રે ઊલટીઅો થવા લાગતા તેમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મદીનાના લગ્ન મહિના પૂર્વે થયા હતા અને તેનો પતિ સેન્ટ્રીંગનું કામ કરે છે. મદીનાને હાલમાં સારા દિવસો જતાં હતા. પરિણીતાની માતા નજીકમાં રહે છે. મદીનાએ પોતાની ઘરે અકની ખાધા બાદ રાત્રે સાસરીયે દૂધ ખીચડી ખાધી હતી. ખોરાકની ઝેરી અસર થયાની મૃતકની માતાએ શંકા વ્યક્ત કરી હતી. બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...