તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટની સ્વરૂપવાન યુવતીની ચોટીલા નજીક છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

રાજકોટની સ્વરૂપવાન યુવતીની ચોટીલા નજીક છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાનાહાઇવે ઉપર બલદેવ હોટલ સામે રોડની સાઈડમાંથી પાંચ માસ પહેલા પ્રેમલગ્ન કરનાર રાજકોટની ખુબસુરત યુવતીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની લાશ મળ્યા બાદ ભેદી સંજોગોમાં લાપતા બનેલા તેના પતિની સામે મૃતકના પરિવારજનોએ હત્યાની ફરિયાદ કરી હતી.

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ક્રિષ્ના પાર્કમાં રહેતા સુરેશભાઈ બાબુભાઇ ચૌહાણની પુત્રી રાધિકા નામની પુત્રીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ ચોટિલા પાસે આવેલ બલદેવ હોટેલ સામે હાઈ-વેની પાસે પડ્યો હોવાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. અંગે મૃતક રાધિકાના પિતા સુરેશભાઈએ પોલીસમાં તેના જમાઈ રવિ સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, રાધિકાએ પાંચ માસ પહેલા રાજકોટના રવિકુમાર કિરીટભાઈ વાળેસા સાથે મોરબીમાં પ્રેમલગ્ન કર્યા હતા. બાદમાં 17 જુલાઈએ રાધિકાના પરિવારે તેના વિધિપૂર્વક લગ્ન કરાવી આપ્યા હતા. જયારે સુરેશભાઈએ દીકરી જમાઈને માધાપર ચોકડી પાસે શિવાલય એપાર્ટમેન્ટનો ફ્લેટ પણ રહેવા આપ્યો હતો. દરમિયાન રાધિકાને પતિ રવિ સાથે માથાકૂટ થતા 15 દિવસથી માવતરે આવી ગઈ હતી અને રોજ રાત્રે સાસરે જતી હતી. ગુરુવારે રાતે રાધિકા પિતાના ઘેરથી તેનું એકટીવા લઇ સસરાના ઘેર ગઈ હતી. ત્યારબાદ રાધિકાએ તેના ભાઈ પ્રશાંતને વોટ્સ એપ ઉપર મેસેજ કરી અમે ચોટીલા પાસે જમવા જઈએ છીએ તેમ જણાવ્યું હતું, બાદમાં તેનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને ઘટના સ્થળેથી બે મોબાઈલ પણ મળી આવ્યા હતા. જ્યારે રાધિકાનો પતિ રવિ લાપતા બની ગયો હતો.

રાધિકાએ ફોન કરી પિતરાઈને જાણ કરી’તી

રાધિકાબહેને તેના કૌટુંબિક ભાઈ પારસભાઈ મનીષભાઈને મોબાઈલ પર ફોન કરી મારૂ મર્ડર કરી ચોટીલા પાસે મને છરીના ઘા કરીને મારી નાંખવાની વાત કરી હતી. ઇજાની હાલતમાં બે ત્રણવાર ફોન કરતા પારસભાઈએ રાધિકા બહેનના પરિવારજનો ને જણાવતા તેમની માતા શોભનાબહેન સહિતનો પરિવાર ચોટિલા દોડી ગયો હતો.

જમાઇનાઘેર આવતા મિત્રો પણ શંકાના દાયરામાં

રાધિકાબહેને પતિ રવિના ભરવાડ મિત્રો ઘેર આવતા હતા અને રાધિકા અને રવિ આબુ ફરવા ગયા ત્યારે ભરવાડ મિત્રો પણ સાથે ગયા હતા.

આરોપી રવિ

મૃતક રાધિકા

ગુરુવારે રાત્રે જમવા જવાના બહાને લઈ જઈ હત્યા કરી પતિ ફરાર

અન્ય સમાચારો પણ છે...