તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગ્રાન્ટ વાપરવાની સત્તા મળતાં હવે ગ્રામ પંચાયતો સમરસ બનવા તૈયાર થતી નથી

ગ્રાન્ટ વાપરવાની સત્તા મળતાં હવે ગ્રામ પંચાયતો સમરસ બનવા તૈયાર થતી નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં યોજાનાર છે ત્યારે વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ બનાવવાના રાજ્ય સરકારના પ્રયાસો વખતે કારગત નિવડે તેવી શક્યતા નથી. 14મા નાણા પંચની ગ્રાન્ટ સીધી પંચાયતોને મળતી હોવાથી નાણાકીય સત્તા મળતા હવે કોઇ પોતાનું પદ છોડવા તૈયાર થતું નથી. જેના પગલે વખતે સમરસ યોજનાને પ્રતિભાવ મળ્યો નથી. જેથી વખતે ચૂંટણી પહેલા ગણતરીની પંચાયતો સમરસ જાહેર કરી શકાય તેવી સ્થિતિ સર્જાઇ છે.

રાજ્ય સરકારે સમરસ ગામ યોજના અમલમાં મૂકી છે અને 3.50 લાખથી 8 લાખ સુધીની પ્રોત્સાહન ગ્રાન્ટ આપવામાં આવે છે. રાજ્ય સરકારે વર્ષે ગ્રાન્ટની રકમમાં પણ વધારો કર્યો છે પરંતુ એવું જોવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા 14મા નાણા પંચમાં ગ્રાન્ટની રકમ વધારવાની સાથે ગ્રાન્ટ સીધી પંચાયતોને મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેના કારણે પંચાયતોને આર્થિક સદ્ધરતાની સાથે નાણાકીય સત્તા પણ મળી છે. 14મા નાણા પંચ અન્વયે ગ્રામ પંચાયતોને માથાદીઠ અંદાજે રૂ.2400 જેટલી રકમ 5 વર્ષ માટે મળે છે. જેનો ઉપયોગ પંચાયત ગાઇડલાઇન પ્રમાણે વિકાસ કામો પાછળ કરી શકે છે.

પંચાયત મંત્રી જયંતિ કવાડિયાએ જણાવ્યું કે સમરસ યોજના અંગે થોડો ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ અમે માટેના પ્રયાસો ચાલું રાખ્યા છે. 14મા નાણા પંચને કારણે પંચાયતોને સ્વાયતતાની સાથે આર્થિક સદ્ધરતા પણ મળી છે.

બે દિવસમાં ચૂંટણીની જાહેરાતની શક્યતા

રાજ્યમાં10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી ડિસેમ્બરમાં યોજવાની તૈયારીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાઇ છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ એકાદ બે દિવસમાં પંચ દ્વારા જાહેરાત થવાની શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...