તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મલ્ટિપ્લેક્સ ટોકિઝમાં ટિકિટના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો

મલ્ટિપ્લેક્સ ટોકિઝમાં ટિકિટના ભાવમાં 20 ટકા સુધીનો ઘટાડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીને કારણે નાની નોટ મેળવવી મુશ્કેલ બનતા લોકોએ મનોરંજન માટે થતા વધારાના ખર્ચ ઉપર કાપ મૂકી દેતા હોટેલ,રેસ્ટોરાં અને ટોકિઝ ખાલીખમ જોવા મળે છે. દર્શકોને આકર્ષવા મલ્ટિપ્લેક્સ ટોકિઝમાં ટિકિટના ભાવમાં 10થી 20 ટકા સુધીનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે, છતાં મોટા ભાગની ટોકિઝમાં દરેક શોમાં 30-40 ટકા પ્રેક્ષકો થાય છે.

સામન્ય રીતે મલ્ટિપ્લેક્સ ટોકિઝમાં છેલ્લો શો કાયમ હાઉસફુલ થઇ જતો હોય છે. અન્ય શોમાં પણ બે-ચાર રો ખાલી રહેતી હોય છે. ટોકિઝ ઉપર મોંઘવારીની અસર ક્યારેય થઇ નથી, પરંતુ જ્યારથી નોટબંધી આવી છે ત્યારથી તમામ સિનેમાઘરો ખાલી રહે છે. 9 નવેમ્બરથી 10 દિવસ સુધી તો અનેક ટોકિઝમાં પ્રેક્ષકોના અભાવે અડધા શો બંધ રાખવાની ફરજ પડી હતી.

દર્શકોને આકર્ષવા માટે એક સિનેઘરમાં દર્શકોને આકર્ષવા ટિકિટમાં ડિસ્કાઉન્ટ ઉપરાંત કોલ્ડ્રીંકસ અને પોપકોર્ન ફ્રી આપવાનું શરૂ થયું હતું. મલ્ટિપ્લેક્સ ટોકિઝના સંચાલકો દ્વારા છેલ્લા એક સપ્તાહથી ટિકિટના દરમાં 10 થી 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે તેમ કોસ્મોપ્લેક્સના સંચાલક અજયભાઇ બગડાઇએ જણાવ્યું હતું.

મનોરંજન સસ્તું બન્યું

અન્ય સમાચારો પણ છે...