• Gujarati News
  • National
  • અલગ થવાની ના પાડતાં પરિણીતાએ આપઘાત કર્યો

અલગ થવાની ના પાડતાં પરિણીતાએ આપઘાત કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણપુરતાલુકાની એક પરિણીતાને ખંભાળિયા ખાતે અલગ રહેવા જવા માટે પતિને કહેતા અંગે પતિએ થોડા દિવસ પછીનું જવાનું કહ્યા બાદ પત્નીએ લાગી આવતાં ઝેરી ટીકડાં ગળીને આપઘાત કર્યો હતો. કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા કેશુરભાઇ રામભાઇ બેલા નામના 32 વર્ષના આહીર યુવાનના પત્ની જશુબેન (ઉ.વ.30)એ તેના પતિને ખંભાળિયા ખાતે અલગ રહેવા જવાનું કહ્યું હતું, પણ પતિ કેશુરભાઇએ થોડા દિવસ પછી અલગ થઇ જઇશું તેમ કહેતા જશુબેનને લાગી આવવાથી તેણીએ પોતાના હાથે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડાં પી લેતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક પરિણીતાના લગ્નગાળો આશરે તેર વર્ષનો હોવાનું જાહેર થયું છે. બનાવ અંગે કલ્યાણપુરના પી.એસ.આઇ.એન.ડી. નકુમે જરૂરી તપાસ હાથ ધરી છે. બનાવથી અરેરાટી વ્યાપી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...