• Gujarati News
  • ખુશ રહેવાનું કોઈ કારણ હોતું નથી. ખુશીનો માત્ર અનુભવ કરી

ખુશ રહેવાનું કોઈ કારણ હોતું નથી. ખુશીનો માત્ર અનુભવ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખુશ રહેવાનું કોઈ કારણ હોતું નથી. ખુશીનો માત્ર અનુભવ કરી શકાય છે. પરંતુ તમે હકીકતમાં ખુશ રહેવા ઈચ્છો છો તો દસ વાતોથી દૂર રહો પરંતુ તેને ભૂલો નહીં. તેને યાદ રાખવાથી તમને ખ્યાલ આવશે કે તમારી શું કરવું નથી.

દરેકવ્યક્તિનીખુશીનું ધ્યાન રાખવું

આપણી ખુશીને ધ્યાનમાં રાખો. બીજા લોકો ખુશ છે કે નહીં તે જાણવાથી કોઈ ફાયદો નથી. કારણ કે બધાને ખુશ રાખવાની જવાબદારી તમારી નથી.

દરેકકામસરળ બની જાય

જે કામ બીજા લોકો કરી રહ્યાં નથી, જે લોકોથી તમે ડરો છો, તેના વિશે વિચારો. કારણ કે વસ્તુ તમારા વ્યક્તિત્વને બનાવે છે.

દરેકવ્યક્તિકે પરિસ્થિતિને કાબૂમાં કરવી

વિશે વિચારવુ ખોટું છે કે તમે દરેક વ્યક્તિ પર અને દરેક પરિસ્થિતિને કાબૂ મેળવી શકો છો. કારણ કે આમ કરવુ શક્ય નથી. થઈ શકે છે કે પરિસ્થિતિ તમારી અનુકૂળ હોય, પરંતુ મુશ્કેલીમાં મૂકાવવાની આવશ્યકતા નથી. જે જિંદગીએ તમારા માટે વિચાર્યું તેમ કરતા રહો.

દરેકક્ષણેખુશી મળતી રહે

સગાઈ-લગ્ન, જન્મદિવસ જેવા કેટલાક મોકા ખુશીથી ભરપૂર હોય છે. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ મોકા ચાલ્યા જાય છે. જો તમે વિચારતા હો કે દરેક ક્ષણ ખુશીથી ભરેલી હોય તો તમે ખોટા છો. ખુશ રહેવુ અલગ છે, અને ખુશી ખુશી હોવુ બીજી વસ્તુ છે.

સંબંધોનોમતલબહોય છે ખુશી

જીવનમાં ખુશી જરૂરી છે, પરંતુ તેનો મતલબ એમ નથી કે સંબંધો તમને ખુશ રાખે. ખુશી અંદરથી આવે છે. કોઈ બીજી વ્યક્તિ તમને ખુશી આપી શકતી નથી. જો તમે બીજામાં તમારી ખુશી શોધો છો તો મને ખોટુ કરી રહ્યાં છો.

દરેકસમયેબધા સંબંધો યોગ્ય રીતે રહે

સંબંધીઓ અને મિત્રોની યાદી લાંબી છે. તમને લાગે કે દરેક સમયે બધા સંબંધો એકબીજા સાથે યોગ્ય રીતે ચાલવા જોઈએ તો તે શક્ય નથી. કોઈ લોકો તમારાથી ખુશ રહે તો કેટલાક લોકો તમારાથી દુ:ખી પણ હોય શકે છે. બધા સંબંધોમાં પૂર્ણતા શોધવાનો કોઈ અર્થ નથી. તમે તમારું પૂર્ણ આપો. બાકી જેમ થવાનું હશે તે થશે.

બીજાથીસારાબનવુ

તમે જેમ છો તેમ રહો. બીજા કોઈની જેવા બનવાથી કોઈ ફાયદો નહીં થાય. તેનાથી તણાવ અને ઈર્ષાની ભાવના વધશે. ખુશીને બદલે ઉદાસ થશો.