વર્લ્ડ બ્રીફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘણા દેશો અરાજકતાની ચપેટમાં

પશ્ચિમએશિયાનાં ઘણા દેશો હિંસા સામે ઝઝૂમી રહ્યાં છે. લાગે છે કે ત્યાં સરકારોનું અસ્તિત્વ નથી. અહીં આતંકવાદી ગ્રૂપો અને સરકારો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

ઈરાક:ચાર લાખ ઈરાકી દેશથી ભાગી ગયા છે. આશરે 30 લાખ વ્યક્તિ બેઘર થઈ ગયા છે. આઈએસઆઈએસે દેશનાં સ્વિટ્ઝરલેન્ડ બરાબરનાં ભાગ પર કબજો કરી લીધો છે. માર્ચમાં હિંસાની ઘટનાઓમાં એક હજાર ઈરાકી માર્યા ગયા.

સીરિયા: દેશમાંસરેરાશ આયુષ્ય 2010માં 75.9 વર્ષથી ઘટીને 55.7 વર્ષ થઈ ગયું છે. 2011માં બેરોજગારી 14.9 ટકા હતી. 2014માં 57.7 ટકા થઈ ગઈ છે.

લીબિયા- અહીંથીદર મહિને 10 હજાર લોકો યુરોપ ચાલ્યાં જાય છે. લીબિયામાં બે સરકાર, બે સેનાપતિ અને બે સેન્ટ્રલ બેન્કનાં ગવર્નર છે. તેલ ઉત્પાદન ક્ષણતા 1/3 રહી ગઈ છે.

યમન- અરબજગતનાં સૌથી ગરીબ દેશ યમનમાં શિયા હાતી વિદ્રોહીયો અને સુન્ની સરકાર વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. સાઉદી અરબે વિદ્રોહીયોનાં ઠેકાણા પર બોમ્બમારો શરૂ કર્યો છે. એક સર્વેમાં જાણવા મળ્યું કે પ્રતિ 100 યમન નાગરિકો પર 54.8 ગન છે.

ઈરાની મહિલાઓ સ્પોટ્સ જોઈ શકશે

ઈરાનનીમહિલાઓનેવધુ પ્રમુખ ટૂર્નામેન્ટ જોવાની મંજૂરી આપી દીધી છે. આમ તો કુશ્તી કે તૈરાકી જેવા મર્દાની રમતો જોઈ શકશે નહીં. પહેલા મહિલાઓને સ્ટેડિયમની અંદર પુરુષો સાથે મેચ જોવાની મંજૂરી હતી.

સ્ડોનનીમૂર્તિ હટાવાઈ

અમેરિકીસિક્યોરિટીએજન્સીનાં દસ્તાવેજ લીક કરનાર એડવર્ડ સ્નોડનની પ્રતિમા ન્યૂયોર્ક સિટી પાર્કમાં સ્થાપિત કરવામાં આવી હતી. તેને હટાવવામાં આવી છે.

કેન્યાનીસરહદે દીવાલ બનાવવાની યોજના

સોમાલિયાઈઆતંકવાદીગ્રૂપ અલ શબાબનાં હુમલા બાદ કેન્યાએ કેટલાક પગલા ભર્યાં છે. પૈસા ટ્રાન્સફર કરતી 13 ફર્મોની સંપત્તિ જપ્ત કરી લેવાયા છે. 86 બેન્ક ખાતાને સીલ કરી દેવામાં આવ્યાં છે. સોમાલિયાથી લાગનારી કેન્યાની 424 માઈલ લાંબી સીમા પર દીવાલ બનાવવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે.

લાખોરૂપિયાની પરચૂરણ

વર્ષ2014માંઅમેરિકાનાં મુખ્ય એરપોર્ટ પર ચેકિંગ કાઉન્ટર પર હવાઈ યાત્રીએ લાખ 74841 ડોલરની રકમ પરચૂરણનાં રૂપમાં છોડી.

સૌથીવૃદ્ધ વ્યક્તિ

અમેરિકામાંમિશિગનની115 વર્ષીય જેરાલીન ટેલી વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગઈ છે. 7 એપ્રિલે 116 વર્ષીય અમેરિકી મહિલાની મૃત્યુ બાદ તેને ખિતાબ મળ્યો છે.

સમુદ્રીસિંહોની મુશ્કેલી

અમેરિકામાંદક્ષિણકેલિફોર્નિયાનાં સમુદ્ર તટ પર વર્ષે અત્યાર સુધી 2250 સમુદ્રી સિંહો તરીને આવી ગયા. સંખ્યા 2013ની તુલનામાં બે ગણી છે. ખાવાની શોધમાં સમુદ્રી સિંહ તટ પર આવી ગયા.