• Gujarati News
  • રાજકોટના મણિયાર દેરાસરે ૧.૩૪ કરોડના ખર્ચે અનેરો શણગાર

રાજકોટના મણિયાર દેરાસરે ૧.૩૪ કરોડના ખર્ચે અનેરો શણગાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રંગભવનમાં દેવો, તીર્થધામની અનોખી કલાત્મક કોતરણી
પર્વાધિરાજ પર્યુષણના આરંભે આજથી આ ભવ્ય દર્શન ખુલ્લા મૂકવામાં આવશે
ભૂપેન રાવલ . રાજકોટ
દેરાવાસી જૈનોના આસ્થાના કેન્દ્ર ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના દેરાસર-મણિયાર દેરાસરને ૧.૩૪ કરોડના ખર્ચે પર્યુષણ પર્વ પૂર્વે જ ૨૦૦ કિલો ચાંદી, ૧૫૦ ગ્રામ સોના તેમજ ૫૦ લાખાના મારબલથી મઢવામાં આવ્યું છે. ચાંદીથી મઢવામાં આવ્યું હોય તેવું આ ચાંદીનું એકમાત્ર દેરાસર છે. શુક્રવારથી મણિયાર દેરાસર ભાવિકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
ચૌધરી હાઇસ્કૂલ સામે આવેલ મણિયાર દેરાસરની સ્થાપના ૧૯૪૮માં કરવામાં આવી હતી. ૬૬ વર્ષ બાદ પર્યુષણ પર્વ નિમિત્તે જ દેરાસરે નવા રંગરૂપ ધારણ કરતા જૈન સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રાો છે. મંદિરની છતમાં ૭૦ કિલો ચાંદી વાપરી રંગમંડપ બનાવાયો છે. ... અનુસંધાન પાના નં.૮
તેમાં સુશોભન અર્થે ૧૫૦ ગ્રામ સોનું વપરાયું છે, તો ૧૩૦ કિલો ચાંદી સ્થાપિત દેવી-દેવતાઓની પાછળ પીછવાઇ (દીવાલ) બનાવવામાં વપરાઇ હોવાનું દેરાસર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.
દેરાસરના ગર્ભદ્વાર તેમજ આંગણામાં ઇટાલિયન મારબલનું ફલોિંરગ, જેસલમેરના મારબલના રાજસ્થાન શૈલિના ઝરૂખા બનાવાયા છે. સમગ્ર સુશોભનમાં ૮૦ લાખની ચાંદી, ૪.૫૦ લાખનું સોનું તેમજ ૫૦ લાખનો મારબલ મળી ૧.૩૪ કરોડનો ખર્ચ કર્યોછે.
ઇટાલિયન મારબલનું ફલોિંરગ
મંદિરની અંદર તેમજ બહાર આંગણામાં ઇટાલિયન પથ્થર જડી તેમાં બારીક નકશીકામ કરી રંગોળી બનાવવામાં આવી છે. આ ઉપરાંત, જેસલમેર-રાજસ્થાનમાં જ થતાં પીળા રંગના ખાસ મારબલના રાજસ્થાન શૈલિના ઝરૂખા બનાવવામાં આવ્યા છે. આ માટે રાજસ્થાનથી ૪૦ કારીગર બોલાવવામાં આવ્યા હતા. છેલ્લાં ૧ વર્ષથી કામ ચાલુ હતું.
દેરાસરમાં કયા દેવી-દેવતા બિરાજે છે
ચૌધરી હાઇસ્કૂલ પાસેના મણિયાર દેરાસરમાં સુપાર્શ્વનાથ દાદા, આદેશ્વર ભગવાન, મણિભદ્ર દાદા, ઘંટાકર્ણ દાદા, ભોમિયા દાદા, પદ્માવતિ દેવી, ચક્રેશ્વરી માતાજી સહિતના દેરાવાસી જૈનોના દેવી-દેવતાઓ બિરાજમાન છે.
૫ વર્ષે સ્વપ્ન સાકાર થયું
ચૌધરી હાઇસ્કૂલ સામે આવેલું ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ચાંદીથી મઢી તેને ગુજરાતનું ચાંદીથી મઢેલું એક માત્ર દેરાસર બનાવવાનો વિચાર દેરાસરના ટ્રસ્ટી જીતુભાઇ દેસાઇને ૫ વર્ષ પૂર્વે આવ્યો હતો. પણ, સંયોગ નહોતો રચાતો, આખરે એક વર્ષ પૂર્વે દાદાની કપા થઇ, કામ શરૂ થયું અને ગુજરાત