તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જે સાથે રમતા હતા, આજે તેને ભૂત સમજી ડરી જાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે સાથે રમતા હતા, આજે તેને ભૂત સમજી ડરી જાય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દવાના રિએક્શનથી ભયાનક થયો 16 વર્ષીય મિથુનનો ચહેરો

અશોક પ્રિયદર્શી/સોનુ કુમાર. નવાદા (બિહાર)

16 વર્ષના મિથુનને નાના બાળકો જોઇને રડવા લાગે છે. રાત્રે જો તે ઘરની બહાર નીકળી જાય તો અજાણ્યા લોકો તેને ભૂત સમજી લે છે. જે ક્યારેક બાળપણમાં તેની સાથે રમતા હતા, આજે જોતાની સાથે મોઢું ફેરવી લે છે. 11 વર્ષથી તે આવું જીવન ગુજારી રહ્યો છે. બિહારના નવાદા જિલ્લાના તિલકચક ગામનો વતની મિથુન જ્યારે પાંચ વર્ષનો હતો તો તેના ચહેરા પર એક ફોલ્લી થઇ હતી. તેનો દર્દ જ્યારે અસહનીય થઇ ગયો તો પિતા રામજી ચૌહાણ તેને ગામના એક ડોક્ટર પાસે લઇ ગયા. ડોક્ટરે બે દવાઓ ત્રણ દિવસ સુધી ખવડાવવા માટે આપી. ત્રણ દિવસમાં તેનો ચહેરો હંમેશ માટે વિકૃત થઇ ગયો. શરીર લાલ થઇ ગયું. ગામવાળા બોલ્યા - મિથુનને ઓરી નીકળી છે. થોડાક દિવસ એમ તેના ઠીક થવાની રાહ જુઓ પરંતુ સુધારો થવાને બદલે મિથુનનો ચહેરો બગડતો ગયો. ત્યાર પછી મિથુનને નવાદા સદર હોસ્પિટલે લઇ જવામાં આવ્યો. ડોક્ટરોએ જણાવ્યું કે દવાનું રિએક્શન થયું છે, તેથી આવું થયું છે. લાંબો ઇલાજ ચાલશે. ઇલાજ ચાલુ રહ્યો પરંતુ મિથુનનો ચહેરો ઠીક થયો. ગામના વડીલો તો તેને આવી હાલતમાં જોવા માટે ટેવાઇ ગયા છે પરંતુ બાળકો જો તેને જોઇ લે તો ભૂત સમજે છે. 8 વર્ષની વયે જ્યારે મિથુનને પ્રાઇમરી સ્કૂલમાં એડમિશન મળ્યું તો બાળકો તેને જોતાની સાથે ભૂત-ભૂતની ચીસો પાડવા લાગ્યા. આવી સ્થિતિમાં સ્કૂલવાળાઓએ પણ તેને એડમિશન આપવાની ના પાડી દીધી.

મિથુન પોતે પણ આરીસામાં પોતાનો ચહેરો જોઇને ડરે છે. તેનો મોટાભાગનો સમય બીમારીમાં પસાર થયો છે, તેથી આવી સ્થિતિમાં તે યોગ્ય રીતે બોલવાનું પણ શીખી શક્યો નથી. પિતા મજૂર છે. તેઓ જણાવે છે કે નવાદા, ગયા અને પટણાની ઘણી હોસ્પિટલોમાં બતાવી ચુક્યો છું. હવે આટલા પૈસા નથી કે અન્ય કોઇ મોટી હોસ્પિટલે લઇ જઇ શકું. ડોક્ટર તો વ્યવસ્થિત રીતે તેની બીમારી પણ પકડી શકતા નથી. હવે તો એટલું ધ્યાન રાખે છે કે ક્યાંક તે રાત્રે ભૂલથી ઘરની બહાર નીકળી જાય. મિથુન મોટાભાગે ઘરમાં રહે છે. કહે છે - બાળપાણમાં જેઓ સાથે રમતા હતા, આજે મને જોઇને ભાગી જાય છે. જ્યારે ઘરમાં તેનું મન લાગતું નથી તો તે ખેતરમાં બકરીઓ ચારવા નીકળી જાય છે.

રામજી ચૌહાણના મિથુન ઉપરાંત ચાર પુત્ર છે. આર્થિક કટોકટી વચ્ચે મિથનુનો ઇલાજ તો દૂર પરિવારનું ગુજરાન પણ ભારે પડે છે. બહુ મુશ્કેલીઓથી ગયા વર્ષે મિથુનનું વિકલાંગ કાર્ડ બની શક્યું છે પરંતુ ઘણી જગ્યો પોતાની મુશ્કેલીઓ જણાવ્યા પછી પણ કોઇ સરકારી મદદ મળી નથી. મિથુનનો પરિવાર બીપીએલ કેટેગરીમાં આવે છે પરંતુ આવાસની સુવિધા પણ મળી શકી નથી. રાશન પણ મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો