તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કામ મળતંુ હોય ચમારડીનાં યુવાને ગળાફાંસો ખાઇ જીવ દીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ મળતંુ હોય ચમારડીનાં યુવાને ગળાફાંસો ખાઇ જીવ દીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકતરફ ખેતીનું ચિત્ર નબળુ છે. બીજી તરફ ધંધા-રોજગારમાં પણ મંદી જેવો માહોલ છે ત્યારે મજુર વર્ગને કામ મેળવવુ મુશ્કેલ થઇ પડયુ છે. બાબરાના ચમારડીમાં મજુરી કામ કરનાર યુવકને કામ મળતુ હોય બેકારીથી કંટાળી યુવકે કેબલ વડે ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધુ હતું. બેકારીના કારણે મજુર યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના બાબરા તાલુકાના ચમારડી ગામે ગઇરાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે બની હતી. ચમારડીના ખોડાભાઇ મગનભાઇ સોમાણી નામના કોળી યુવાને પોતાના ઘરે સ્લેબના હુક સાથે કેબલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મૃતક ખોડાભાઇ સોમાણીના મોટા ભાઇ દેવરાજભાઇ છગનભાઇ સોમાણીએ પોલીસને જણાવ્યુ હતું કે તેનો નાનો ભાઇ છુટ્ટક મજુરીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તેને મજુરીકામ મળતુ હતું. જેના કારણે તે બેકારીથી કંટાળી ગયો હતો અને ગઇકાલે ગળાફાંસો ખાઇ જીવ દઇ દીધો હતો. મૃતક મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે બાબરા દવાખાને ખસેડાઇ હતી. હેડ કોન્સ્ટેબલ જે.બી. કંડોળીયા બનાવની તપાસ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓછા વરસાદથી નબળા વર્ષના એંધાણ વરતાઇ રહ્યા હોય બાબરામાં હીરાનું યુનિટ હમણા થોડા દિવસો પહેલા બંધ થયુ જેથી સેંકડો યુવાનો બેરોજગાર બની ગયા છે.

બાબરાનાં ચમારડીમાં બેકારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો