તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • TDS રિટર્નમાં વિલંબ થાય તો રોજનો રૂ.200 દંડ લઈ શકાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TDS રિટર્નમાં વિલંબ થાય તો રોજનો રૂ.200 દંડ લઈ શકાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આવકવેરાવિભાગ, તા.1 જૂન 2015 પહેલાં ટી.ડી.એસ. રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ બદલ દરરોજ રૂ. 200ની પેનલ્ટી વસૂલ કરે તે માન્ય ગણાય નહીં, તેવો કર્ણાટક હાઈકોર્ટ ચૂકાદો આપ્યો છે. 1 જૂન, 2015ના રોજ સુધારો કરીને પેનલ્ટી લાગુ કરાઈ હતી. આમ, 2015 પહેલાં રિટર્ન ફાઈલિંગમાં વિલંબ અંગે કર્ણાટક હાઈકોર્ટના ચૂકાદાને ધ્યાનમાં લઈને પેનલ્ટી મુદ્દે સીબીડીટી પુન: વિચારણા કરે તેવી શક્યતા છે. રિટર્ન મોડા ફાઈલ કરવા અંગે પેનલ્ટીના મુદ્દે અન્ય રાજ્યોની હાઈકોર્ટમાં અપીલ કરાઈ છે.

ટેક્સ કન્સલ્ટન્ટ જૈનિક વકીલે જણાવ્યું છે કે, પેનલ્ટી સંબંધિત કર્ણાટક હાઈકોર્ટના ચૂકાદાને અન્ય હાઈકોર્ટ પણ અનુસરશે. ચૂકાદાને ધ્યાનમાં લઈને સીબીડીટી 1 જૂન, 2015 પહેલાંની પેનલ્ટી રદ કરે તેવી શક્યતા છે. આવકવેરા કાયદા હેઠળ ટી.ડી.એસ. કપાત અંગેનું ત્રણ મહિના પછી 15 દિવસમાં રિટર્ન ફાઈલ કરવાનું રહે છે. ટી.ડી.એસ. રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ થાય તો દરરોજ રૂ. 200 લેખે પેનલ્ટી કરવામાં આવે છે.

રિટર્ન મોડું ફાઈલ કરે તો દરરોજ રૂ. 200 લેખે પેનલ્ટી વસૂલ કરી શકાય પરંતુ પેનલ્ટીની રકમ ટી.ડી.એસ.ની રકમ કરતાં વધવી જોઈએ. એટલેકે રૂ. 10 હજારનો ટી.ડી.એસ. ભરવાપાત્ર હોય અને રિટર્ન મોડું ફાઈલ કરાય તો કિસ્સામાં પેનલ્ટીની રકમ રૂ. 10 હજારથી વધુ લાગુ કરી શકાય નહીં. કેન્દ્રના નાણાં મંત્રાલયની સૂચનાને અનુસરીને સીબીડીટીએ કાયદામાં કરેલ સુધારો તા.1 જૂન, 2015થી અમલી બન્યો હતો.

કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાથી કરદાતાઓને રાહત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો