તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દાદલીમીંયાએ પૈસા માટે પાક. બનાવટના હથિયારો વેચ્યા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાદલીમીંયાએ પૈસા માટે પાક. બનાવટના હથિયારો વેચ્યા હતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોસાબારાઆર.ડી.એક્સ. અને હથીયાર લેન્ડીંગમાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા જુસબમીંયા ઈસ્માઈલમીંયા બુખારી ઉર્ફે દાદલીમીંયાને પોરબંદર પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી લીધા બાદ પ્રથમ ત્રણ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા અને ત્યારબાદ અદાલતમાંથી 7 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. પુછપરછ દરમિયાન દાદલીમીંયાએ એવું જણાવ્યું હતું કે, જ્યારે આર.ડી.એક્સ. અને હથીયારનો કેટલોક જથ્થો લઈને યુનુસ પોરબંદરથી નીકળ્યો હતો ત્યારે તે ધોરાજી ખાતે રોકાયો હતો. તે દરમિયાન પૈસાની જરૂરીયાત હોય આથી પાકિસ્તાની બનાવટના 2 હથીયારો દાદલીમીંયાએ ધોરાજીમાં વેચ્યા હતા. કેસમાં દાદલીમીંયા સામે ગુન્હો નોંધાયો હતો અને તે ફરાર થઈ ગયો હતો. આર.ડી.એક્સ. અને હથીયાર લેન્ડીંગ પ્રકરણમાં દાદલીમીંયાની એ.ટી.એસ. પુછપરછ કરી છે ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલ આઈ.બી. ની તમામ એજન્સીઓએ પુછપરછ કરી હોવાનું જાણવા મળે છે. દાદલીમીંયા મુંબઈ ખાતેથી ઝડપાયો હોય ત્યારે પોરબંદર સી.ટી. ડીવાયએસપી બી.એમ. જાડેજા સહિતની પોલીસની એક ટીમ આજે દાદલીમીંયાને લઈને મુંબઈ ખાતે રવાના થઈ છે અને ત્યાં દાદલીમીંયાને સાથે રાખીને તપાસ કરશે તેવું જાણવા મળે છે.

પોરબંદર પોલીસ દાદલીને લઇ મુંબઇ રવાના થઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો