તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદની સિવિલમાં બે દિવસમાં નવજાતનાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદની સિવિલમાં બે દિવસમાં નવજાતનાં મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલનાં વેન્ટિલેટર નકામા

એશિયાનીસૌથી મોટી સિવિલ હૉસ્પિટલમાં બાળકોના વિભાગમાં અપૂરતા વેન્ટિલેટર અને યોગ્ય સારવારને અભાવે 2 દિવસમાં 6 નવજાતના શ્વાસ થંભી ગયા હતા.

જોકે, બાળકો પ્રી-મેચ્યોર અને મૅજર હાઇરિસ્ક ધરાવતાં હોવાથી મૃત્યુ પામ્યાં હોવાનું હૉસ્પિટલતંત્ર જણાવી રહ્યું છે.આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ, ગાંધીનગર અને હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાંથી સિવિલમાં 2 દિવસમાં 6 બાળક દાખલ કરાયાં હતાં. સિવિલના બાળ વિભાગમાં ગ્રાઉન્ડ ફ્લોરના એ-3 અને બીજા માળે આવેલા એ-5 એનઆઇસીયુ (નિયોનેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટ)માં રોજ 100 જેટલાં બાળકો સારવાર લેતાં હોય છે, પરંતુ આટલી સંંખ્યા સામે એનઆઇસીયુમાં કુલ 20 વેન્ટિલેટરની જરૂર સામે માત્ર 12 વેન્ટિલેટર છે. તેમાંથી પણ 3 બગડેલાં છે. આથી અન્ય બાળકોને જરૂર હોવા છતાં સુવિધા પ્રાપ્ત થતી નથી. યુ. એન. મહેતામાંથી સિવિલમાં દાખલ કરાયેલી ગાંધીનગરની બાળકીનું શનિવારે સાંજે ...અનુસંધાન પાનાં નં.13

મૃત્યુ થયું હતું. મૃત બાળકીના મામાએ નામ લખવાની શરતે જણાવ્યું હતું કે, 4 દિવસની મારી ભાણીને સિવિલના એ-5 એનઆઇસીયુમાં ખસેડાઈ ત્યારે તેની હાલત સારી હતી. એનઆઇસીયુમાં દાખલ કરાયા બાદ તેને વેન્ટિવેટર પર મૂકવામાં આવી હતી, પણ વેન્ટિલેટર બગડેલું હોવાથી તેને શ્વાસમાં લેવામાં તકલીફ પડતી હતી. આથી હૉસ્પિટલ સ્ટાફ વારંવાર ટેપ મારીને વેન્ટિલેટર સરખું કરતો હતો. એનઆઇસીયુમાં કોઈપણ વ્યક્તિ બેરોકટોક અવરજવર કરતી હોવાથી બાળકોને ઇન્ફેક્શનનો ખતરો વધવાની સાથે સ્ટાફની તકેદારીને અભાવે તેનું મૃત્યુ થયું છે.

ખરાબ વેન્ટિલેટર રિપ્લેસ કરાશે

^પ્રી-મેચ્યોર બાળકોના સર્વાઇવલનાં ચાન્સ ઓછા હોય છે. જો કે 12 વેન્ટિલેટરમાંથી 3 ખરાબ છે જેને રિપ્લેસ કરાશે. > ડૉ. એમ. એમ. પ્રભાકર, સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ હૉસ્પિટલ

મૃત્યુ પામેલાં બાળક

હિંમતનગરનાં 2, ગાંધીનગરનું 1 અને અમદાવાદના મેમ્કો, બાપુનગર અને મેઘાણીનગરની ખાનગી હૉસ્પિટલથી 3 બા‌ળક સિવિલમાં દાખલં કરાયાં હતાં.

વોર્મર તો ચાલુ હોવું જોઇએ

વોર્મર બાળકનાં શરીરનું તાપમાન જાળવી રાખે છે ,જેથી બાળક વેન્ટિલેટર પર હોય તે સ્થિતિમાં બાળકનાં શરીરનું તાપમાન જાળવવા વોર્મર ચાલુ કન્ડીશનમાં હોવું જરૂરી છે. બાળકનાં શરીર પર લાગેલા વોર્મરનાં પ્રોબ બાળકના શરીરનું તાપમાન રીડ કરે છે અને તાપમાન નીચું જતાં ઓટોમેટીક ચાલુ થઇને બાળકનાં શરીરનું તાપમાન જાળવી રાખે છે. તેમ શહેરનાં એક ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટે જણાવ્યું હતું.

વોર્મર બંધ છે છતાં બાળકનો જીવ જોખમમાં મૂક્યો

વોર્મર પર નોટ વર્કિંગ લખ્યું છે |બાળકને વેન્ટિલેટર પર મુકાયું છે તેની ઉપર લગાવેલાં વોર્મર પર નોટ વર્કિંગ લખેલું છે, છતાં બાળકનાં શરીર પર વોર્મરનાં બ્રોબ લગાવેલાં છે. વોર્મર બંધ હોવાથી શરીરનું તાપમાન નીચું જાય તેવાં સંજોગોમાં વોર્મર ચાલુ થતાં બાળકને જીવનું જોખમ થઇ શકે. -શૈલેષ પ્રજાપતિ

સિવિલના બાળવિભાગમાં રોજ 80થી 100 બાળક સારવાર હેઠળ હોય છે. આથી દર 10 બાળકે 1 વેન્ટિલેટર હોવું જોઈએ તેની સામે માત્ર 12 વેન્ટિલેટર છે અને તેમાંથી 3 બગડેલાં છે. તેમજ વેન્ટિલેટરની અવેજમાં ઉપયોગમાં આવતાં સીપીએપી અને એરફો જેવાં સાધનોની સંખ્યા પણ ઓછી છે.

12 વેન્ટિલેટર, તેમાં પણ ત્રણ બગડેલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો