તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પૈસા અપાવ્યા બાદ પરિચિતનું મોત થતા ચિંતામાં પ્રૌઢે આપઘાત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસા અપાવ્યા બાદ પરિચિતનું મોત થતા ચિંતામાં પ્રૌઢે આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ સારવાર કારગત નીવડી નહીં

શહેરનારામનાથપરા વિસ્તારના પ્રૌઢે લાખેશ્વર મંદિર પાસે વખ ઘોળી જીવનનો અંત આણી લીધો હતો. પરિચિત વ્યક્તિને નાણાં ઉછીના અપાવ્યા બાદ વ્યક્તિનું નિધન થતા પૈસા પરત આપવાની ચિંતામાં પ્રૌઢે જીવન ટૂંકાવી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

રામનાથપરામાં રહેતા રમેશભાઇ મગનભાઇ મછોયા (ઉ.વ.62) શુક્રવારે બપોરે પોતાના ઘરેથી નીકળી લાલપરી તળાવ પાસે આવેલા લાખેશ્વર મંદિર પાસે પહોંચ્યા હતા અને ત્યાં જઇ ઝેરી દવા પી લીધી હતી. વખ ઘોળ્યા બાદ રમેશભાઇએ તેના પુત્ર ચેતનભાઇને જાણ કરતા મછોયા પરિવાર ત્યાં દોડી ગયો હતો અને રમેશભાઇને હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વખ ઘોળવાથી બેભાન થઇ ગયેલા પ્રૌઢનું પોલીસ નિવેદન નોંધી શકી નહોતી. ચેતનભાઇઅે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેમના પિતાએ તેમના કોઇ પરિચિતને ઉછીના નાણાં અપાવ્યા હતા અને વ્યક્તિનું નિધન થતા રમેશભાઇ કેટલાક દિવસથી ગુમસુમ રહેતા હતા. નાણાં પરત કેવી રીતે અપાશે તેની ચિંતામાં તેમણે પગલું ભરી લીધું હતું. ઘરના મોભીના અંતિમ પગલાથી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.

રામનાથપરાના પ્રૌઢે લાખેશ્વર મંદિર નજીક ઝેર પીધું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો