તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચેતેશ્વર પૂજારાની અણનમ સદી, ઇન્ડિયા બ્લૂનો ત્રણ વિકેટે 362

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેતેશ્વર પૂજારાની અણનમ સદી, ઇન્ડિયા-બ્લૂનો ત્રણ વિકેટે 362

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓપનરઅગ્રવાલ તથા સુકાની ગૌતમ ગંભીરની અડધી સદી બાદ ટેસ્ટ ઇલેવનમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહેલા ચેતેશ્વર પૂજારાની શાનદાર સદીની મદદથી ઇન્ડિયા-બ્લૂ ટીમે અહીં ઇન્ડિયા-રેડ સામે રમાતી દુલિપ ટ્રોફી ક્રિકેટ મેચની ફાઇનલના પ્રથમ દિવસે ત્રણ વિકેટે 362 રનનો સંગીન સ્કોર નોંધાવ્યો હતો. બ્લૂ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રમતના અંતે પૂજારા 164 બોલમાં 15 બાઉન્ડ્રી વડે 111 તથા દિનેશ કાર્તિક 55 રને રમી રહ્યા હતા.

ગંભીર તથા અગ્રવાલે પ્રથમ વિકેટ માટે 144 રનની ભાગીદારી નોંધાવીને બ્લૂ ટીમ માટે સંગીન શરૂઆત કરી હતી. રન માટે સદી ચૂકેલા ગંભીરે 145 બોલમાં આઠ બાઉન્ડ્રી વડે 94 તથા અગ્રવાલે 57 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 30 રન બનાવીને આઉટ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો