તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદની સિવિલમાં...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદની સિવિલમાં...

મૃત્યુથયું હતું. મૃત બાળકીના મામાએ નામ લખવાની શરતે જણાવ્યું હતું કે, 4 દિવસની મારી ભાણીને સિવિલના એ-5 એનઆઇસીયુમાં ખસેડાઈ ત્યારે તેની હાલત સારી હતી. એનઆઇસીયુમાં દાખલ કરાયા બાદ તેને વેન્ટિવેટર પર મૂકવામાં આવી હતી, પણ વેન્ટિલેટર બગડેલું હોવાથી તેને શ્વાસમાં લેવામાં તકલીફ પડતી હતી. આથી હૉસ્પિટલ સ્ટાફ વારંવાર ટેપ મારીને વેન્ટિલેટર સરખું કરતો હતો. એનઆઇસીયુમાં કોઈપણ વ્યક્તિ બેરોકટોક અવરજવર કરતી હોવાથી બાળકોને ઇન્ફેક્શનનો ખતરો વધવાની સાથે સ્ટાફની તકેદારીને અભાવે તેનું મૃત્યુ થયું છે.

ખરાબ વેન્ટિલેટર રિપ્લેસ કરાશે

^પ્રી-મેચ્યોર બાળકોના સર્વાઇવલનાં ચાન્સ ઓછા હોય છે. જો કે 12 વેન્ટિલેટરમાંથી 3 ખરાબ છે જેને રિપ્લેસ કરાશે. > ડૉ. એમ. એમ. પ્રભાકર, સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ હૉસ્પિટલ

મૃત્યુ પામેલાં બાળક

હિંમતનગરનાં 2, ગાંધીનગરનું 1 અને અમદાવાદના મેમ્કો, બાપુનગર અને મેઘાણીનગરની ખાનગી હૉસ્પિટલથી 3 બા‌ળક સિવિલમાં દાખલં કરાયાં હતાં.

વોર્મર તો ચાલુ હોવું જોઇએ

વોર્મર બાળકનાં શરીરનું તાપમાન જાળવી રાખે છે ,જેથી બાળક વેન્ટિલેટર પર હોય તે સ્થિતિમાં બાળકનાં શરીરનું તાપમાન જાળવવા વોર્મર ચાલુ કન્ડીશનમાં હોવું જરૂરી છે. બાળકનાં શરીર પર લાગેલા વોર્મરનાં પ્રોબ બાળકના શરીરનું તાપમાન રીડ કરે છે અને તાપમાન નીચું જતાં ઓટોમેટીક ચાલુ થઇને બાળકનાં શરીરનું તાપમાન જાળવી રાખે છે. તેમ શહેરનાં એક ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટે જણાવ્યું હતું.

ગોલ્ડજીતનારો મરિયપ્પન...

બાળપણમાંપિતાએ પરિવારને છોડી દિધો હતો. કોઇ પણ મકાન ભાડે આપવા ઇચ્છતુ નહોતુ. માતા સરોજા ઇટ ઉપાડવાનું કામ કરતી. પરંતુ છાતીમા દર્દના કારણે તેમણે કામ છોડ્યુ. તે પછી 500 રૂપિયાનું ઉધાર લઇને શાકભાજી વેચવાનું શરૂ કર્યું. સારવાર માટે ત્રણ લાખ રૂપિયાની લોન લીધી જે આજ સુધી ચૂકવી શકી નથી. મરિયપ્પન 14 વર્ષની ઉંમરે સ્કૂલ ટૂર્નામેન્ટમાં હાઇ જમ્પમાં(સામાન્ય વર્ગ) સિલ્વર જીતીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા, પરંતુ કોચ સત્યનારાયણની સલાહ પછી તે હાઇ જમ્પમાં આવી ગયા.

વરુણને બાસ્કેટબોલ રમતા રોક્યા હતા

ગ્રેટર નોએડાનો વરુણ પોલિયો ગ્રસ્ત છે. તે પહેલા બાસ્કેટબોલ રમતા હતા. પરંતુ દિવ્યાંગ હોવાથી બાસ્કેટબોલ રમતા રોકવામાં આવ્યા હતા.વારંવાર રમતા રોકી દેવાના કારણે તેમણે હાઇ જમ્પ તરફ વળ્યા. તે બેંગ્લોરમાં કોચ સત્યનારાયણ પાસે ટ્રેનિંગ મેળવે છે.

તમિલનાડુ સરકાર ~2 કરોડ આપશે

પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતવા પર તમિલનાડુ સરકારે મરિયપ્પનને બે કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રિય રમત મંત્રાલય તેમને 75 લાખ રૂપિયા આપશે.

સુરતજિલ્લામાં 22...

કરીદેવામાં આવી હતી. 18મી ઓગષ્ટએ સુરત જિલ્લાના નિયોલગામે દેશી દારૂ પીવાના કારણે લીબાંયત ગોડાદરાના ગણેશનગરમાં રહેતા કિશન દિનેશ બાધા તથા ક્રિષ્ના કિશોર વાઘનું મોત થયું હતું. જ્યારે તેના બે મિત્રો પૈકી ભીમરાવ બાપુભાઈ સાંળુકે(રહે,વીરદર્શેન સોસાયટી,પરવટગામ)ની આંખે નબળાઈ આવી જતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.આ ઘટના બાદ પૂણામાં એક સાથે પાંચ જુવાનજોધ વ્યકિતઓના મોત થતા તેમાં પણ લઠ્ઠાકાંડની આંશકા સેવાય હતી. ગત 26મી સવારે 10.30 થી લઈને 27 મી તારીખે બપોરે 1.00 વાગ્યા સુધીમાં રહસ્યમય સંજોગોમાં 30 થી 35 વર્ષની વયના પાંચ યુવકોના મોત થતા પૂણા પોલીસ હરકતમાં આવી હતી. 26 કલાકમાં 5 વ્યકિતઓના મોતને પગલે પૂણા પોલીસે આખી ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાનો ખેલ કર્યા હતો. ત્રીજો લઠ્ઠાકાંડ કાપોદ્વાની રામરાજ્ય સોસાયટીમાં એક મકાનમાં રહેતા પ્રવિણ રામજી ઉરઘણે તથા ગોવિંદ નરસિંહ રેડ્ડીનું દેશી દારૂના કારણે મોત થયું હતું. બન્નેના એફએસએલના રીપોર્ટમાં લઠ્ઠાકાંડ આવતા કાપોદ્વા પોલીસે ગઈકાલે બે ગુનાઓ દાખલ કર્યા હતા. ચોથો લઠ્ઠાકાંડ સુરત જિલ્લાના વરેલી ગામમાં ગત 7મી તારીખે થયો હતો. જેમાં એક પછી એક યુવકો મોતને ભેટતા અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા હતા. શહેર અને જિલ્લામાં હાહાકાર મચાવનાર લઠ્ઠાકાંડને કારણે સરકારીતંત્ર દોડતુ થયું હતું.ઉપરાંત શહેરની ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓને ફીમાં સારવાર આપવાની તૈયારી કરાય છે. જયારે આપ અને કોગ્રેસના નેતાઓએ ઉચ્ચ પોલીસ અધિકારીની સામે પગલા ભરવાની માંગ કરી હતી.લઠ્ઠાકાંડની ઘટના બનવા છતાં જિલ્લાની પોલીસ અને શહેરની પોલીસ એકબીજાની ઉપર દોષનો ટોપલો નાખી છટકી રહયા છે.

3સભ્યોની સમિતિને...

પ્રકારનાઅકુદરતી મૃત્યુની માહિતી મળતાં મુખ્યમંત્રીએ તેની સઘન તપાસની સૂચના આપી. જેના પગલે એડીઆઈજી વી એમ પારગી, નશાબંધી અને આબકારી નિયામક બી કે કુમાર અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના નિયામક ડૉ. એમ એસ દહિયાની તપાસ સમિતિ રચવામાં આવી છે.

તેમણે કહ્યું કે, મૃત્યુ પામનાર પ્રત્યેક વ્યક્તિના લોહીના નમૂનાના પરીક્ષણ ઉપરાંત વીશેરાની પણ તપાસ થશે. નમૂના સુરતની રિજિયોનલ ફોરેન્સિક સાયન્સ લેબને મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત, તમામ અસરગ્રસ્તોની તબીબી સારવારનો ખર્ચ રાજ્ય સરકારે ભોગવવાનો પણ નિર્ણય કર્યો છે.

રાજીવટ્રસ્ટને ઝાકિરે...

પરતકર્યા હોવાનું જાણવા મળ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યાનુસાર ઝાકિરની NGOએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન સાથે સંલગ્ન રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ (RGCT)ને 2011માં દાન આપ્યું હતું. RGCT સેવાના ધોરણે કામ કરતી રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા છે. ગ્રામીણ ગરીબોની વિકાસલક્ષી જરૂરિયાતો સંતોષવા વર્ષ 2002માં તેની સ્થાપના થઇ હતી. તે ખાસ કરીને ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કાર્યરત છે.

IRFના પ્રવક્તા આરિફ મલિકે જણાવ્યું હતું કે IRF દ્વારા RGCTને 2011માં 50 લાખ રૂપિયાનું દાન અપાયું હતું, જે RGCTએ વર્ષે જુલાઇમાં ઢાકાની રેસ્ટોરન્ટમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પરત કર્યું હતું. RGCTએ કયા કારણથી આમ કર્યું હતું તેની અમને જાણ નથી પણ અમારો મુદ્દો છે કે અમે અન્ય NGOને પણ દાન આપ્યું હતું તો પછી એક NGOને શા માટે અલગ તારવવામાં આવી છેω

ઝાકિરનું 50 લાખનું ડોનેશન તેને છાવરવા માટેની લાંચ : ભાજપ

કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ઝાકિર નાઇકની એનજીઓ દ્વારા અપાયેલું 50 લાખ રૂપિયાનું દાન ઝાકિરની દેશવિરોધી પ્રવૃત્તિઓને છાવરવા માટે અપાયેલી લાંચ હતી.

મોદી સરકારનું અમને બદનામ કરવાનું કાવતરું : કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટે કાયદાનુસાર દાન મેળવ્યું હતું અને ઝાકિર નાઇક, ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ અંગે સર્જાયેલા વિવાદને પગલે તે દાન પરત કરાયું હતું. મોદી સરકાર નર્યા જૂઠાણાના આધાર પર કોંગ્રેસને બદનામ કરી રહી છે.

ઊનાદલિતકાંડથી ...

ઉદયપુરમાંગુરુવારથી સંઘ પરિવારની બે દિવસની અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઇ હતી, જેમાં સંઘ અને તેની સાથે સંકળાયેલા સંગઠનોના રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. ભાજપ તરફથી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામ માધવ બેઠકમાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો