તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડાંગાવદરનાં યુવકને વન્ય પ્રાણીએ ફાડી ખાધો કે સહાય મેળવવાનો કારસો ?...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગાવદરનાં યુવકને વન્ય પ્રાણીએ ફાડી ખાધો કે સહાય મેળવવાનો કારસો ?...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે દિવસથી લાપતા થયો છે અને અવવારૂ જગ્યાએથી તેના કપડા મળી આવ્યાં

ધારીતાલુકાના ડાંગાવદર ગામનો યુવાન બે દિવસથી ગુમ થયા બાદ ગઇકાલે અવાવરૂ જગ્યાએથી તેના કપડા, ઘડીયાળ અને માસના ટુકડા મળી આવ્યા બાદ પોલીસ અને વનતંત્ર ચકરાવે ચડ્યુ છે. માંસના ટુકડા કોઇ વન્ય પ્રાણીના જણાય રહ્યા છે. યુવકના કોઇ અન્ય અવશેષો પણ મળ્યા નથી. ત્યારે યુવકનું ખરેખર શું થયુ તે જાણવા આજે પોલીસે ગીર વિસ્તારમાં સઘન કોમ્બીંગ કર્યુ હતું.

ધારીના ડાંગાવદર ગામના બેચરભાઇ બચુભાઇ બલદાણીયાની વાડીમાં ભાગીયુ રાખી ખેતીકામ કરતો મહેશ બાબુભાઇ ડામોર નામનો યુવાન બે દિવસથી ગુમ થઇ ગયો છે. દરમીયાન ગઇકાલે બાજુની વાડીમાંથી મહેશના ટુટેલા-ફુટેલા કપડા અને ઘડીયાળ મળી આવતા અને ત્યાં માંસના ટુકડા પણ પડયા હોય વનતંત્રને જાણ કરાઇ હતી. બાદમાં ધારી પોલીસ પણ અહિં દોડી ગઇ હતી. યુવકના પરિજનો દ્વારા તેને વન્ય પ્રાણીએ ફાડી ખાધાની આશંકા વ્યક્ત કરાઇ હતી. પરંતુ ઘટના સ્થળેથી મળેલા માંસના ટુકડા તો કોઇ જંગલી પશુના હતાં. વળી યુવકના મળેલા ફાટેલા કપડા પર કોઇ લોહીના ડાઘ પણ હતાં. આસપાસમાંથી પણ યુવકના કોઇ અવશેષ મળ્યા હતાં.

રહસ્યમય ઘટનાએ અનેક સવાલો ઉઠાવ્યા છે. શું ખરેખર યુવકને જંગલી પ્રાણીએ ફાડી ખાધો છે કે પછી આવા કિસ્સામાં વનતંત્ર દ્વારા મળતી તગડી સહાય મેળવવા કારસો કરાયો છે કે પછી યુવક ક્યાક ભાગી ગયો છે વિગેરે દિશામાં તપાસ ચાલી રહી છે. ધારી પોલીસ દ્વારા આજે આસપાસની પડતર જમીન, કુવાઓ અને અવાવરૂ સ્થળોની તપાસ કરાઇ હતી.

પોલીસ અને વનતંત્રનું ગીર વિસ્તારમાં સઘન કોમ્બીંગ, ભારે કૂતુહલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો