તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાંચાલુ વર્ષે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફેડ વ્યાજ વધારે તેવી શક્યતાએ સોના-ચાંદી તૂટ્યાં

સપ્ટેમ્બર21ના રોજ મળનારી ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં વધારો થાય તેવા અહેવાલો વચ્ચે વૈશ્વિક સોના-ચાંદીમાં નિરૂત્સાહી વલણ જોવા મળ્યું છે. વૈશ્વિક સોનું વધીને 1350 ડોલરની સપાટી વટાવી ચૂક્યા બાદ ઘટીને સપ્તાહના અંતીમ દિવસે 1334 ડોલર અને ચાંદી ઘટીને 19.37 ડોલર ક્વોટ થતી હતી. ફેડ વ્યાજદરમાં વધારો કરે તો સોનું ઘટીને 1250 અને ચાંદી 18 ડોલર સુધી આવી શકે તેમ છે. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિત્તાના માહોલને ધ્યાનમાં લેતા ફેડ હજુ વ્યાજ વધારો મુલ્તવી રાખે તેવા
દેશમાંચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતર સાથે ઉત્પાદનમાં પણ જંગી વધારો થશે તેવા અહેવાલો અત્યારથી મુકાવા લાગ્યા છે. ખાસકરીને ગુજરાતમાં મગફળીના વાવતેર વિસ્તારમાં 26 ટકાના વધારા સામે રાજ્ય સરકારે ખરીફ પાકના જાહેર કરેલા પહેલા એડવાન્સ અંદાજમાં મગફળીનો પાક 86 ટકાથી વધુ વધીને 35.96 લાખ ટનને આંબી જશે તેવો અંદાજ મુકી રહ્યાં છે. જોકે, ઉત્પાદન 30 લાખ ટનથી વધે તેવા કોઇ સંકેતો નથી. અત્યારે નવી આગોતરા મગફળીની આવકો ધીમી ગતીએ શરૂ થઇ ચૂકી છે મોટા પાકના કારણે સિઝનની શરૂઆતથી મગફળીના ભાવ નીચા બોલાઇ રહ્યાં છે. અત્યારે મણ દીઠ નવી મગફળીમાં 750-900 સુધીના ભાવ રહ્યાં છે.

મગફળીના મોટા પાકના કારણે સિંગતેલમાં તેજી અટકી છે પરંતુ વૈશ્વિક બજારોમાં સપ્તાહના અંતે પામતેલ, ક્રૂડમાં તેજી આવતા સ્થાનિકમાં ઘટાડો અટક્યો છે. રાજકોટ ખાતે સિંગતેલ લુઝ રૂા.1200ના સ્તરે જળવાઇ રહ્યું છે. આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યાં હોવાથી હાલના સ્તરેથી ઘટાડાની શક્યતા નહિંવત્ છે. એગ્રી કોમોડિટીમાં નિકાસ વેપારો સામાન્ય રહેતા ભાવ સપાટી સાંકડી રેન્જમાં અથડાઇ રહી છે. જ્યારે ક્રૂડની તેજીના કારણે ગવાર તથા ગમના ભાવ ઉંચા ક્વોટ થઇ રહ્યાં છે. ગવાર તથા એરંડાના વાવેતર 30 ટકાથી વધુ ઘટ્યાં હોય ઉત્પાદનમાં મોટો કાપ આવે તેવી દહેશત છે.

પામતેલની મજબૂતીથી ખાદ્યતેલોમાં સ્થિરતા મગફળીનું ઉત્પાદન 35 લાખ ટન થવા અંદાજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો