તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભેટકડી ગામનાં યુવાને ઝેરી ટીકડા ખાઈ જીવન ટુંકાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેટકડી ગામનાં યુવાને ઝેરી ટીકડા ખાઈ જીવન ટુંકાવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંથોડા દિવસો પૂર્વે ભેટકડીના યુવાને 3 દલિત યુવાનોને ફાઈબરના પાઈપ વડે માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને અંગેની ફરીયાદ નોંધાયા બાદ આજે ભેટકડીના યુવાને બગવદર ખાતે ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ભેટકડી ખાતે રહેતા સાજણ રાણા ઓડેદરાએ ઈઝરાયેલ લઈ જવાના બહાને 3 યુવાનો પાસેથી પૈસા પડાવી લીધા હતા. થોડા દિવસો પૂર્વે ત્રણ યુવાનોએ પોતાના પૈસા પરત માંગ્યા હતા અને પોરબંદરની જુની કોર્ટ કમ્પાઉન્ડ નજીક સાજણ રાણા કારાવદરાએ અન્ય સાગરીતો સાથે ફાઈબરના પાઈપ અને છરી વડે હૂમલો કર્યો હતો. કેસમાં પોરબંદરના બોખીરા-તુંબડા વિસ્તારમાં રહેતા ભરતભાઈ ગોકળભાઈ પરમારે માર મારવા ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા અંગેની ફરીયાદ ભેટકડીના યુવાન સાજણ રાણા કારાવદરા સામે નોંધાવી હતી. ફરીયાદ નોંધાયા બાદ સાજણ રાણા કારાવદરાએ આજે બગવદર ખાતે ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આમ અગ્મ્ય કારણોસર યુવાને ઝેરી દવા પી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

થોડા દિવસો પૂર્વે 3 યુવાનોને પાઈપ વડે માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરીયાદ નોંધાઈ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો