તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ભાણીયા ગામે પાંચ દાયકાથી માલધારીઓની દારૂણ સ્થિતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણીયા ગામે પાંચ દાયકાથી માલધારીઓની દારૂણ સ્થિતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભાતાલુકાનુ ભાણીયા ગામ પાયાની સુવિધાઓથી પાંચ-પાંચ દાયકાથી વંચીત છે. હાલમાં ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ દારૂણ જીંદગી વિતાવી રહ્યા છે તેમજ પોતાના પરિવાર સાથે નરકમાં જીવન વિતાવી રહ્યાની પુષ્ટી કરી રહ્યા છે.ખાંભાથી 25 કીમી દુર વન અભ્યારણ્ય નજીક આવેલા ભાણીયા ગામના રહીશોએ થોડા મહિનાઓ પહેલા પાયાની સુવિધાઓથી વંચીત હોવાની વાતને લઇને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો. બાબતને લઇને સ્થાનિક અધિકારીઓ તથા નેતાઓએ તમામ માંગો પુરી કરવા માટે વચનો આપ્યા હતાં. હાલમાં ચોમાસામાં વરસાદના પગલે પણ શેરીઓ, રોડ-રસ્તા ઉપર રીતસર ગંદકીના ગંજ ખડકાયા છે. અહિં પીવાના પાણીના હેન્ડપંપ પાસે પણ ગંદકીના ગંજ જામેલા રહે છે. ત્યારે નર્કાગારમાંથી તેઓને કોણ અને ક્યારે ઉગારશે તેવી આશા સાથે અહિંના રહીશો દિવસ-રાત ગુજારી રહ્યા છે. હવે પાયાની સુવિધા નહી મળે ત્યા સુધી આગામી ચુંટણીનો બહિષ્કારની ચિમકી અહિંના રહીશોએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો