તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • RDXના આરોપીને તપાસઅર્થે ધોરાજી ખાતે લઈ જવામાં આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RDXના આરોપીને તપાસઅર્થે ધોરાજી ખાતે લઈ જવામાં આવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોસાબારાઆર.ડી.એક્સ. લેન્ડીંગમાં 22 વર્ષ સુધી નાસતા-ફરતા આરોપી જુસબમીંયા ઉર્ફે દાદલીમીંયાને પોરબંદર પોલીસે ઝડપી લીધો છે અને 3 દિવસના પોલીસ રીમાન્ડ મંજુર થયા છે ત્યારે આજે પોરબંદર પોલીસ દાદલીમીંયાને લઈને ધોરાજી ખાતે ગઈ હતી, જ્યાં ગુન્હા સબબ તેમની સાથે કોઈ સંડોવાયેલું છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવી હતી. ગત રાત્રીના એ.ટી.એસ. તેમજ સ્થાનિક સુરક્ષા એજન્સીઓએ રાતભર દાદલીમીંયાની પુછપરછ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આર.ડી.એક્સ. લેન્ડીંગ પ્રકરણના આરોપી જુસબમીંયા ઉર્ફે દાદલીમીંયા હાલ 3 દિવસના પોલીસ રીમાન્ડ ઉપર છે ત્યારે દાદલીમીંયા અગાઉ ધોરાજી ખાતે રહેતો હોય ત્યારે ગુન્હા સબબ કેટલીક તપાસને લઈને આજે સવારથી કડક પોલીસ જાપ્તાં હેઠળ ધોરાજી ખાતે લઈ જવામાં આવ્યો હતો. મમુમીંયા જે સ્થળે રહેતો હતો ત્યાં તેમજ તેના કોન્ટેક્ટમાં હતા.

ATS સહિત સ્થાનિક સુરક્ષા એજન્સીઓએ દાદલીમીંયાની પુછપરછ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો