તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમરેલીમાં દલિત વકીલનો આત્મવિલોપનનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં દલિત વકીલનો આત્મવિલોપનનો પ્રયાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શરીર પર કેરોસીન છાંટતા પોલીસે અટકાયત કરી

અમરેલીમાંઆજે દલિત સંમેલન અને એડવોકેટ નવચેતન પરમારે આપેલી આત્મ વિલોપનની ચિમકીના પગલે સવારથી ઉપવાસી છાવણી આસપાસ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બપોરબાદ એડવોકેટ પરમારે કેરોસીન છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા પોલીસે દોડી આવી હતી અને કેરોસીનની બોટલ આંચકી લીધી હતી અને તેમને સરકારી હોસ્પિટલે ખસેડી અટકાયતની કાર્યવાહી હાથ ધરી હતી. અહી દલિત સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉપવાસ આંદોલન શરૂ હોય આજથી 46 જેટલા દલિતોએ આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા હતા. અને કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરવામા આવી હતી.

અમરેલીમા 19 જુલાઇના રોજ દલિત સમાજની રેલી દરમિયાન એક પોલીસકર્મીનું મોત નિપજયું હોય જેને પગલે પોલીસ દ્વારા ખુનના ગુનાની કલમ 302 લગાવી હોય જેના વિરોધમા પોલીસે બનાવેલા 49 આરોપીઓના પૈકી જેલમા બંદીવાન સાત આરોપીઓન પરિવારજનોના ટેકામા પોલીસે કરેલી ખોટી ફરિયાદ રદ કરવાની માંગ સાથે કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે અહી દલિત સંમેલનમા દલિત સમાજના આગેવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો