તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાશ્મીર : રાજકારણથી આગળ વધવાનો પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીર : રાજકારણથી આગળ વધવાનો પ્રયાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્મીર ખીણમાં છેલ્લા થોડા સમયથી નવેસરથી હિંસા અને અશાંતિનો મોરચો ખુલી ગયો છે. રાજકારણની દૃષ્ટિએ જોતાં, અત્યાર લગી કાશ્મીરીયત અને આઝાદીના મુદ્દે મહેબૂબા મુફ્‌તી સૌથી અલગ અને સામે છેડે બેઠેલાં હતાં. પરંતુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પછી ભાજપનું સ્પષ્ટ બહુમતી મેળવવાનું મિશન નિષ્ફળ ગયું, તો મહેબૂબાને પણ ચોખ્ખી બહુમતી મળી. તેનું પરિણામ આવ્યું કે કાશ્મીર મુદ્દે સાવ સામા છેડાનાં વલણ ધરાવતા બે પક્ષ- ભાજપ અને પીડીપીને સહિયારી સરકાર બનાવવાનો વારો આવ્યો. તેને ફક્ત રાજકીય સમાધાન ગણવામાં આવે, તો એકબીજાની ભૂલો કાઢવામાં અને એકબીજાથી સલામત અંતર રાખવામાં પાંચ વર્ષ પૂરાં થઇ જાય.

પરંતુ છેલ્લા થોડા સમયથી બનેલી ઘટનાઓએ પણ અંતરને ઓછું કરવામાં પોતાનો ફાળો આપ્યો છે. કેન્દ્રની ભાજપી નેતાગીરીએ કાશ્મીર મુદ્દે તેમની રાબેતા મુજબના હાકોટા પાડવાની પદ્ધતિ છોડીને, રાજકીય ઢબે ઉકેલની દિશામાં કદમ ભર્યાં છે. પ્રક્રિયા પક્ષીય નહીં, પણ રાષ્ટ્રીય બને અને તેમાં પક્ષાપક્ષીની રાજકીય ખેંચતાણ ઉભી થાય, માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંઘની આગેવાનીમાં સર્વપક્ષીય નેતાઓના એક પ્રતિનિધિ મંડળે સપ્તાહે બે દિવસ માટે કાશ્મીરની મુલાકાત લીધી. મંડળે ત્યાં પ્રક્રિયા સાથે સંકળાયેલા સંબંધિત પક્ષો, અધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે વાતચીત કરી. પરંતુ અલગતાવાદીઓ પ્રક્રિયાથી પણ અલગ રહ્યા.

હુર્રિયત કોન્ફરન્સ જેવા અલગતાવાદી મંડળનો આગ્રહ એવો રહ્યો છે કે કોઇ પણ પ્રકારની પૂર્વશરત વિના તેમની સાથે ચર્ચા કરવી. જ્યારે સરકારનો (વાજબી રીતે) એવો અભિગમ છે કે કાશ્મીર મુદ્દે જે કંઇ ચર્ચા થાય, તે ભારતના બંધારણની હદમાં રહીને થવી જોઇએ. એટલે કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, હકીકત સાથે કોઇ બાંધછોડ હોવી જોઇએ અને વિશે કોઇ ચર્ચા હોવી જોઇએ. અલગતાવાદીઓની ઝુંબેશનો આખો આધાર કાશ્મીરના અલગ અસ્તિત્ત્વ પર છે. એટલે ભારતના બંધારણની હદનો સ્વીકાર કરવામાં આવે તો તેમની અત્યાર લગીની ઝુંબેશનો કશો અર્થ રહેતો નથી. હવે સરકારે પણ હુર્રિયત કોન્ફરન્સના નેતાઓને ચીમકી આપી છે અને તેમને અપાતી સુરક્ષા જેવી કેટલીક સુવિધાઓ ઉપર દબાણ આણ્યું છે, ત્યારે હુર્રિયત નેતાઓએ તેને લોકોને મૂરખ બનાવવાની સરકારી કોશિશ તરીકે ઓળખાવ્યું છે.

ગૃહમંત્રી રાજનાથ સિંઘની સાથે ગયેલા વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની દિલ્હીમાં બેઠક થઇ હતી. તેમાં રાજકીય મતભેદો કોરાણે રાખીને તેમણે એવી ભલામણ કરી છે કે સરકારે કાશ્મીર સમસ્યા સાથે સંબંધ ધરાવતાં સર્વ જૂથો, સર્વ પક્ષો સાથે વાટાઘાટો કરવી જોઇએ, પણ રાષ્ટ્રની અખંડિતતાના મુદ્દે કોઇ પણ પ્રકારનું સમાધાન થઇ શકે નહીં. વલણને લીધે કેન્દ્ર સરકારને આગળ વધવામાં કમ સે કમ પક્ષીય વિરોધનો સામનો કરવો નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો