તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કોણ કહે છે કે અપરાધનું કલંક ધોઈ શકાતું નથી?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોણ કહે છે કે અપરાધનું કલંક ધોઈ શકાતું નથી?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ળ: ભારત-પાકિસ્તાનથી ફક્ત 22 કિલોમીટર દૂર, તહસીલ નગર, જિલ્લા ગંગાનગર, રાજેસ્થાન. 11 વર્ષનો એક છોકરો ખેતીના કામમાં માતા-પિતાની મદદ કરે છે. તે ભણવા પણ જાય છે. લીમડાના ઝાડ નીચે ક્લાસ લેવાય છે. ત્યાં તે ખરાબાની જમીનમાં થોડો છાંયડો મળે છે. એક દિવસ ઝાડને રોગ લાગ્યો, તો ચિંતિત છોકરો પિતાના ખેતરમાં ઉપયોગ થતું પેસ્ટિસાઇઝ્ડ લઇ આવ્યો અને સ્પ્રે કરી દીધું, જેણે વૃક્ષનો જીવ લઇ લીધો. તેના નિર્દોષ હૃદયમાં અપરાધભાવ પેદા થયો. તેણે પ્રાયશ્ચિત કરવાનો નિર્ણય લીધો. તેણે લીમડાના ઝાડ વિના અભ્યાસ ચાલુ રાખ્યો. 2001માં તે બીકાનેરમાં સરકારી ડૂંગર કૉલેજમાં લેક્ચરર બન્યો. કૉલેજમાં જોયું કે ગરમ હવાને કારણે લીમડાના 30વૃક્ષ સૂકાઇ રહ્યા છે. તેણે તેને બચાવવાનું શરુ કર્યું, સાથે કૉલેજ પરિસરમાં નવા છોડ પણ વાવ્યા. બે વર્ષ બાદ તેને નેશનલ સર્વિસ સ્કીમમાં વધારાનો ચાર્જ પણ મળ્યો. તેણે ગામના લોકો પાસે વાયદો લીધો કે તેઓ કમસે કમ એખ વૃક્ષ વાવે. અને અભિયાનને નામ આપ્યું, ‘ફેમિલી ફૉરેસ્ટ્રી’. જ્યારે પ્રિન્સિપાલ ગામમાં આવ્યા ત્યારે પ્રભાવિત થઈને તેમણે અભિયાન ચાલું રાખવાનું કહ્યું. 2007માં જિલ્લાને હરિયાળું કરવાની અસલી ગ્રીન યાત્રા ગાતસુખદેવસાર ગામથી શરુ થઈ. ગામ બીકાનેરથી 100 કિલોમીટર દૂર છે. 2008માં શરુ થયેલી મનરેગા યોજના દ્વારા તેમના અભિયાનને મદદ મળી.

મળો શ્યામ સુંદર જ્ઞાનીને. તેઓએ લોકોની મદદ કરીને 1.05 લાખ વૃક્ષ ફક્ત 30 મિનિટમાં રોપીને લિમ્કા બુક રેકોર્ડ બનાવ્યો છએ. 2009માં રાજ્યને ગ્રીન રાજસ્થાનને આગળ વધાર્યું તો જ્ઞાનીએ અલગ કોન્સેપ્ટ અજમાવ્યો. મફતમાં વૃક્ષ આપવાને બદલે લોકો પાસેથી તેની ડિમાન્ડ જાણી. જેના કારણે ફક્ત લોકો રોપવા ખાતર વૃક્ષ રોપે. જે લોકો વૃક્ષ લે તે એની દેખરેખ પણ કરે. સ્ટુડન્ટ્સ અને ટિચર્સે લોકોના ઘરે જઇને સરવે કર્યો, જેમાં 2.93 લાખ વૃક્ષની માંગ આવી. માંગ 2,231 સ્કૂલો અને 2,086 ગામડાઓમાંથી હતી. જ્ઞાનીએ પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચ કર્યા અને અલગ-અલગ ગામડાઓમાં માઇક્રો નર્સરીની શરૂઆત કરી. અભિયાનથી ચુરુ, હનુમાનગઢ, બીકાનેર અને ગંગાનગર સૌથી વધારે ફાયદો થયો.

ફંડા છે કે, કોણ કહે છે કે અપરાધનું કલંક તમે ધોઇ શકતા નથી? તમે જીવનમાં ઘણી વાર આને ધોઇ શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો