તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમરેલીમા દલિત એડવોકેટે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમા દલિત એડવોકેટે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંઆજે દલિત સંમેલન અને એડવોકેટ નવચેતન પરમારે આપેલી આત્મ વિલોપનની ચિમકીના પગલે સવારથી ઉપવાસી છાવણી આસપાસ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બપોરબાદ એડવોકેટ પરમારે કેરોસીન છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા પોલીસે દોડી આવી હતી અને કેરોસીનની બોટલ આંચકી લીધી હતી અને તેમને સરકારી હોસ્પિટલે ખસેડી અટકાયતની કાર્યવાહી હાથ ધરી હતી. અહી દલિત સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉપવાસ આંદોલન શરૂ હોય આજથી 46 જેટલા દલિતોએ આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા હતા. અને કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરવામા આવી હતી.

અમરેલીમા 19 જુલાઇના રોજ દલિત સમાજની રેલી દરમિયાન એક પોલીસકર્મીનું મોત નિપજયું હોય જેને પગલે પોલીસ દ્વારા ખુનના ગુનાની કલમ 302 લગાવી હોય જેના વિરોધમા પોલીસે બનાવેલા 49 આરોપીઓના પૈકી જેલમા બંદીવાન સાત આરોપીઓન પરિવારજનોના ટેકામા પોલીસે કરેલી ખોટી ફરિયાદ રદ કરવાની માંગ સાથે કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે અહી દલિત સંમેલનમા દલિત સમાજના આગેવાનો જોડાયા હતા.

ચીમકીના પગલે સવારથી છાવણી આસપાસ જાપ્તો ગોઠવાયો

શરીર પર કેરોસીન છાંટતા પોલીસે અટકાયત કરી લીધી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો