તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજુલા એસટી ડેપો મેનેજર બેદરકારી બદલ અંતે સસ્પેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલા એસટી ડેપો મેનેજર બેદરકારી બદલ અંતે સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુલાએસટી ડેપોમા અવારનવાર બસો અનિયમિત દોડતી હોવાની ફરિયાદો ઊઠતા વિભાગીય નિયામકે અહીંના ડેપો મેનેજરને ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેતા ચકચાર મચી છે.

રાજુલા એસટી ડેપોનો વહીવટ છેલ્લા ઘણા સમયથી કથળી ગયો હોય તેમ અવારનવાર રૂટો મોડા ઉપડવા તેમજ અનિયમિતતાના કારણે અહીંના આગેવાનો દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી. જેને પગલે વિભાગીય નિયામક માત્રોજાએ અહી ચેકિંગ હાથ ધર્યું હતું. વિભાગીય નિયામકે રાજુલાના ડેપો મેનેજર જે.એમ.પરમારને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડનો હુકમ કરતા કર્મચારીઓમા ફફડાટ ફેલાયો હતો. જો કે ચાર દિવસથી વાત પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી રાજુલામાં ડેપો મેનેજરની જગ્યા ખાલી હતી અને માસ પહેલા અહી ડેપો મેનેજર હાજર થયા હતા. જો કે ડેપો મેનેજરને સસ્પેન્ડ કરાતા ફરી જગ્યા ખાલી પડી છે.

આગેવાનો દ્વારા ફરિયાદો ઊઠી હતી

ઘણા સમયથી વહીવટ કથળ્યાની રાવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો