તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લૂંટના ઇરાદે પરપ્રાંતીય મહિલાની હત્યા કરી હતી, લૂંટારુ ત્રિપુટી ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટના ઇરાદે પરપ્રાંતીય મહિલાની હત્યા કરી હતી, લૂંટારુ ત્રિપુટી ઝડપાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહિલાની હત્યા કરી લૂંટ ચલાવનાર લૂંટારુઓને મળ્યા માત્ર રૂ.2 હજાર

શહેરનીભાગોળે કોઠારિયા રોડ પરના હાઉસિંગ બોર્ડ ક્વાટર્સમાં પંદર દિવસ પૂર્વે બિહારી મહિલા અને તેના ભાઇ પર હુમલો કરી મહિલાની હત્યા કરી ત્રણ શખ્સો લૂંટ ચલાવીને નાસી ગયા હતા. ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી નાખી ત્રણ રીઢા ગુનેગારોને દબોચી લીધા હતા. લૂંટના ઇરાદે મહિલાની હત્યા કર્યાની આરોપીઓએ કબૂલાત આપી હતી.

બનાવની વિગત અનુસાર હાઉસિંગ બોર્ડ ક્વાટર્સમાં રહેતા રીટાદેવી નિરજકુમાર સીંગ (ઉ.વ.28) અને તેનો ભાઇ તાપસ મંડલ ગત તા.23ના મધરાત્રે પોતાના ઘરે સુતા હતા ત્યારે તેમના પર અજાણ્યા શખ્સોએ છરી-પાઇપથી હુમલો કર્યો હતો, અને રીટાદેવીની ક્રૂર હત્યા કરી મકાનમાં આવેલા કબાટમાંથી રોકડ તેમજ મોબાઇલ લૂંટી આરોપીઓ નાસી ગયા હતા.

પોલીસે તત્કાલીન સમયે નિરજકુમાર સીંગની ફરિયાદ પરથી હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો. રીટાદેવીના અગાઉ તેના મામાના પુત્ર સાથે લગ્ન થયા હતા અને તેના થકી સંતાન પ્રાપ્તિ પણ થઇ હતી પરંતુ નિરજકુમાર સાથે આંખ મળ્યા બાદ રીટાદેવી તેની સાથે રાજકોટ આવી રહેવા લાગી હતી. પ્રથમ પતિએ કાસળ કાઢી નાખ્યાની પણ પોલીસને શંકા હતી.

હત્યાનો ભેદ ઉકેલવા ક્રાઇમબ્રાંચે તમામ દિશામાં તપાસ શરૂ કરી હતી. લૂંટાયેલા મોબાઇલના લોકેશન તેમજ મહાવીરસિંહ જાડેજાને હકીકત મળી હતી કે, અગાઉ લૂંટના ગુનામાં સંડોવાયેલો ચોથો દેવીપૂજક આજીડેમ નજીકના પુલ પાસે મેલડી મંદિર પાસે બેઠો છે અને તે બિહારી મહિલાની હત્યામાં પણ સંડોવાયેલો હોઇ શકે. મળેલી હકીકત પરથી પીઆઇ નિનામા, પીએસઆઇ રાજવી, પીએસઆઇ ધડુક સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને સ્થળ પરથી નાડોદાનગરના ભુપત કાના પરમાર ઉર્ફે મહેશ કલુ પરમાર, વેલનાથ સોસાયટીનો ચોથા દેવશી પરમાર અને ભગા દેવશી પરમાર મળી આવ્યા હતા.

પોલીસે ત્રણેયની અંગ જડતી કરતા ભુપત પાસેથી બિહારી મહિલાનો લૂંટાયેલો મોબાઇલ મળી અાવ્યો હતો અને ત્રણેય હત્યા તેમજ લૂંટની કબૂલાત આપતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

ગુનાનો ભેદ ઉકેલાતા અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા અધિક પોલીસ કમિશનર ભટ્ટે જણાવ્યું હતું કે, ઘટનાની રાત્રે ત્રણેય શખ્સો ચોરીના ઇરાદે વિસ્તારમાં ફરતા હતા. રીટાદેવીના મકાનની બારીની ગ્રીલ તોડી બે શખ્સો અંદર ઘૂસ્યા હતા અને એક શખ્સ બારીની બહાર ઊભો હતો. બંને શખ્સો ચોરી માટે મકાનમાં ઘૂસ્યા સાથે રીટાદેવી અને તેનો ભાઇ તાપસ જાગી ગયા હતા અને પ્રતિકાર કરતા બંને તસ્કરોઅે ભાઇ-બહેને છરી-પાઇપના ઘા ઝીંકી દીધા હતા. હુમલાને કારણે બંને ઢળી પડતા કબાટમાંથી રોકડા રૂ.2 હજાર અને મોબાઇલ લૂંટી નાસી ગયા હતા. ભાગતી વખતે ત્રણેયે છરી-પાઇપ રસ્તામાં ફેંકી દીધા હતા. પોલીસે વધુ કેટલાક ગુનાના ભેદ ઉકેલાવાની આશાએ ત્રણેયને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી હતી.

ઝડપાયેલી ત્રિપુટીનો ગુનાહિત ભૂતકાળ

પોલીસસૂત્રોઅે જણાવ્યું હતું કે, હત્યા-લૂંટના ગુનામાં ઝડપાયેલી ત્રિપુટી અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી છે. ભુપત કાના પરમાર અગાઉ બે વખત ચોરીના ગુનામાં રાજકોટ અને વડોદરા પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તેમજ પ્રોહિબિશનના ગુનામાં પણ તેની ધરપકડ થઇ ચૂકી છે. ચોથા દેવશી અને ભગા દેવશી દોઢવર્ષ પહેલા રાધેશ્યામ ગૌશાળામાં થેયલી લૂંટમાં સંડોવાયા હતા અને અમરેલીમાં થયેલી ચોરીમાં પકડાયા હતા.

કોઠારિયા સોલવન્ટ પાસે પંદર દિવસ પહેલાં હત્યા થઈ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો