તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડોક્ટરો લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવા માગતા હતા ત્યાં બાળકી કોમામાંથી બહાર આવી ગઈ

ડોક્ટરો લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવા માગતા હતા ત્યાં બાળકી કોમામાંથી બહાર આવી ગઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્સેલ્સ | અલ્જેરિયાનીએક વર્ષની બાળકી મારવા વાઈરલ ઈન્ફેક્શનના કારણે ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરથી પીડાઈ રહી છે અને કોમામાં જતી રહી હતી. ડોક્ટર્સે તેના બચવાની આશા છોડી દીધી તો લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાનો નિર્ણય લીધો. તેના માતા પિતા ડોક્ટર્સના મંતવ્યથી સહમત નહોતા. તેણે ફેસબુક પર નોટ વિધાઉટ માય મારવા કેમ્પેઈન શરૂ કર્યુ અને સમર્થન મેળવ્યું. 70 હજારથી વધુ લોકોએ સમર્થન આપતા કોર્ટે બાળકીને બે મહિના સુધી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવાનો આદેશ કર્યો હતો. કોર્ટે આદેશ આપ્યાના દસ દિવસમાં મારવા કોમામાંથી બહાર આવી ગઈ. મારવાના પિતાએ પુત્રીનો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે હસતી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...