તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયો |એજન્સી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિયો |એજન્સી

દિવ્યાંગોનાઓલિમ્પિકમાં ભારતે શુક્રવાર રાતે ગોલ્ડ અને બ્રોન્ઝ જીત્યો. 32 વર્ષ પછી દેશને એકજ ઇવેન્ટમાં બે મેડલ મળ્યા છે. 20 વર્ષના મરિયપ્પન થાંગાવેલુએ ગોલ્ડ જ્યારે 21 વર્ષના વરુણ ભાટીએ બ્રોન્ઝ જીત્યો હતો. બંન્ને વિજેતાની કથની પ્રેરક છે.

તમિલનાડુના સાલેમમાં જન્મેલા મરિયપ્પન થાંગાવેલૂ જન્મથી દિવ્યાંગ નહોતા. પાંચ વર્ષની ઉંમરે સ્કૂલ જતા સમયે બસ દ્વારા તેમના બંન્ને પગ કચડાઇ ગયા હતા. 17 વર્ષ સુધી કાયદાકીય લડાઇ લડ્યા પછી પરિવારને 2 લાખનું વળતર મળ્યું. અત્યારે પણ ટ્રેનિંગના સમયે મરિયપ્પનના પગમાંથી લોહી નિકળવા લાગે છે. બાળપણમાં પિતાએ પરિવારને છોડી દિધો હતો. કોઇ પણ પરિવાર મકાન ભાડે આપવા ઇચ્છતુ નહોતુ. ઘર ચલાવવા માટે માતા સરોજા ઇટ ઉપાડવાનું કામ કરતી. પરંતુ છાતીમા દર્દના કારણે તેમણે કામ છોડ્યુ. તે પછી 500 રૂપિયાનું ઉધાર લઇને શાકભાજી વેચવાનું શરૂ કર્યું. સારવાર માટે ત્રણ લાખ રૂપિયાની લોન લીધી જે આજ સુધી ચૂકવી શકી નથી. મરિયપ્પન 14 વર્ષની ઉંમરે સ્કૂલ ટૂર્નામેન્ટમાં હાઇ જમ્પમાં(સામાન્ય વર્ગ) સિલ્વર જીતીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પરંતુ કોચ સત્યનારાયણની સલાહ પછી તે હાઇ જમ્પમાં આવી ગયા.

વરુણને બાસ્કેટબોલ રમતા રોક્યા હતા

ગ્રેટરનોએડાનો વરુણ પોલિયો ગ્રસ્ત છે. તે પહેલા બાસ્કેટબોલ રમતા હતા. પરંતુ દિવ્યાંગ હોવાથી બાસ્કેટબોલ રમતા રોકવામાં આવ્યા હતા.વારંવાર રમતા રોકી દેવાના કારણે તેમણે હાઇ જમ્પ તરફ વળ્યા. તે બેંગ્લોરમાં કોચ સત્યનારાયણ પાસે ટ્રેનિંગ મેળવે છે.

પેરાલિમ્પિક : ભારતને 12 વર્ષ પછી ગોલ્ડ, 32 વર્ષ પછી એકજ ઇવેન્ટમાં બે મેડલ

અસલી હીરો : ગોલ્ડ જીતનારો મરિયપ્પન 5 વર્ષનો હતો ત્યારે બસ નીચે પગ કચડાઇ ગયો હતો, બ્રોન્ઝ વિજેતા વરુણ પોલિયોગ્રસ્ત છે

તમિલનાડુ સરકાર ~2 કરોડ આપશે

પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતવા પર તમિલનાડુ સરકારે મરિયપ્પનને બે કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રિય રમત મંત્રાલય તેમને 75 લાખ રૂપિયા આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો