તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માળિયામાં દિપડાનો આતંક, વાછરડીનું મારણ કરતા ભય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માળિયામાં દિપડાનો આતંક, વાછરડીનું મારણ કરતા ભય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | માળિયા હાટીના

સામાન્યરીતે છેલ્લા કેટલાક સમયથી સિંહ અને દિપડા જેવા હિંસક પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી માનવ વસાહત તરફ ઘસી આવતા જોવા મળી રહ્યા છે અને તેમજ માનવ જાત પર પણ હુમલો કરવાની ઘટનાઓ પણ ભુતકાળમાં બની ચુકી છે અને વાડી વિસ્તારમાં બાંધેલા મુંગા પશુઓ પર પણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી રહ્યા છે ત્યારે માળીયા હાટીના તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા લાંબા સમયથી દિપડાનાં આંતક જોવા મળી રહ્યા છે અને રાત્રીના સમયમાં વાડી વિસ્તારમાં આવી ચઢેલા દિપડાએ ત્રણ વર્ષની વાછરડીનું મારણ કર્યુ હતુ અને અંગેની જાણ વન વિભાગને કરાતા તાબડતોબ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યુ હતુ અને દિપડાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. માળીયા હાટીના તાલુકાનાં ગ્રામ્ય પંથકોમાં ઘણા સમયથી દિપડાનાં આટાફેરા વધતા ખેડૂતો ભયભીત બન્યા છે અને પાંચ દિવસથી આવી ચઢેલા દિપડાએ રાત્રીનાં સમયે નદીનાં સામાંકાઠે નાગબાઇ માતાજીનાં મંદિર પાસે મુળુભાઇ વિરમભાઇ સિસોદીયાની વાડીમાં આવી ચઢયો હતો અને ત્યાં બાંધેલ ત્રણ વર્ષની વાછરડીનું મારણ કર્યું હતુ અને જીવાભાઇ, સંજયભાઇ, રામભાઇ, હરૂભાઇ, જેતાભાઇએ હાંકલા પડકારા કરતા દિપડો ત્યાંથી નાસી છુટયો હતો. ત્યારબાદ વન વિભાગનાં આરએફઓ ભાવનાબેન ડોડીયા સહીતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને ખુંખાર દિપડાને ઝડપી લેવા પાંજરૂ મુકવામાં આવ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે, રાની પશુઓની રંજાડનાં કારણે લોકો રાત્રીનાં પોતાના ખેતરે જતા પણ બીવે છે.

5 દિ’થી દિપડાનાં ધામા, પાંજરૂ મૂકાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો