તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાઉટર બળી ગયું હોવાથી 1 કલાક વહેલી બંધ કરી દીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાઉટર બળી ગયું હોવાથી 1 કલાક વહેલી બંધ કરી દીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેંદરડા પોસ્ટ ઓફિસમાં ટેકનિકલ ખામીને લઇ 4 વાગ્યામાં તાળા લાગ્યા

એકસમયે લોકોની સંદેશા વ્યવહારની વ્યવસ્થા માટે અત્યંત ઉપયોગી એવા પોસ્ટવિભાગની વર્તમાન સમયમાં વહિવટ કથળતો જાય છે. સરકાર પોસ્ટ વિભાગને અત્યાધુનીક બનાવવા ભલે ગમે તેટલા પ્રયત્નો કરે પણ પોસ્ટ વિભાગની સ્થિતી સુધારવી અત્યંત મુશ્કેલ છે. મેંદરડા પોસ્ટ ઓફીસમાં ટેકનીકલ ખામીને લઇને છેલ્લા કેટલાય દિવસથી કામકાજ ઠપ્પ છે ત્યારે આજરોજ પોસ્ટ ઓફીસમાં 1 કલાક વહેલા તાળા જોવા મળ્યા અને અંગે અધિકારીને પુછતા રાઉટર બળી ગયાનું જણાવ્યું હતું.

મેંદરડા પોસ્ટઓફીસમાં છેલ્લા 10 થી 15 દિવસથી ટેકનીકલ ખામીને લઇને કામકાજ સંપુર્ણ પણે બંધ છે જેના લીધે ગ્રાહકોને ખાસી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. ગામથી 1 કિમી દુર આવેલ પોસ્ટઓફીસમાં લોકોએ કામ માટે આવ્યા છતા ધરમનો ધક્કો ખાવો પડે છે ત્યારે બાબતની તપાસ કરવા દિવ્યભાસ્કરની ટીમ જયારે પોસ્ટ ઓફીસ પહોંચી ત્યારે દરવાજા પર તઘલખી તાળા લટકતા જોવા મળ્યા હતા. અને બાબતે અધિકારી સાથે વાત કરતા રાઉટર બળી ગયું છે તેથી વહેલી બંધ કરી દીધાનું રટણ કર્યું હતું. અત્રે નોંધનીય છે કે પોસ્ટ વિભાગને અત્યાધુનિક બનાવવાનાં ગમે તેટલા દાવાઓ કરતી હોય તેની સામેની વાસ્તવીકતા સાવ જુદી છે. ત્યારે પોસ્ટવિભાગની સ્થિતી સુધરશે તે જોવું રહ્યું આવી સ્થિતીને પગલે લોકોમાં રોષ જોવા મળી રહયો છે.

ઓફિસ બંધ સ્ટાફ વહેલો ઘરે.

મેંદરડા પોસ્ટ ઓફિસ

સીધી વાત

ધીરુભાઈ પરમાર, સબ પોસ્ટ માસ્તર

{ પોસ્ટ ઓફિસનો સમય શું છે?

-પાંચ વાગ્યા સુધીનો

{અત્યારે બંધ છે તો ક્યારે બંધ કરી ?

-સાડા ચાર વાગ્યે બંધ કરી.

{ઓફિસ વહેલી કેમ બંધ કરી ?

-રાઉટર બતાવવા જવાનું હોવાથી.

{દરરોજ વહેલા ચાલ્યા જાવ છો ?

-ના ના આજે ગયા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો