• Gujarati News
  • ગણેશવિસર્જનના દિવસે મેઘરાજા ગણપતિ દાદાને ગુડબાય કહેવા આવ્યા હોય

ગણેશવિસર્જનના દિવસે મેઘરાજા ગણપતિ દાદાને ગુડબાય કહેવા આવ્યા હોય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશવિસર્જનના દિવસે મેઘરાજા ગણપતિ દાદાને ગુડબાય કહેવા આવ્યા હોય તેમ રાજયના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડયો હતો. જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડયા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સોમવારની વહેલી સવારથી આકાશમાં કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલુ રહ્યુ હતું. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના િહમ્મતનગરમાં ત્રણ કલાકમતાં 6 ઈંચ તથા આણંદમાં સૌથી વધુ ઇંચ વરસાદ પડયાના અહેવાલ સાપડયા છે. પેટલાદ-સોજીત્રામાં ૩.પ ઇંચ, તારાપુરમાં ત્રણ ઇંચ, ઉમરેઠ અને આંકલાવમાં પોણા ત્રણ ઇંચ અને ખંભાતમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. આકાશમાં છવાયેલા કાળાડિંબાગ ઘનઘોર વચ્ચે અવિરત ચાલુ રહેલા વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઇ જવા સાથે
...અનુસંધાનપાના નં.8



નીચાણવાળાવિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જા‍ઇ હતી. નડિયાદમાં વરસેલો ચાર ઈંચ, વસો તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત અન્ય તાલુકાઓમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં માતરમાં ૬૭, ખેડામાં પ૩, મહેમદાવાદમાં પપ, મહુધામાં ૬૩, કઠલાલમાં ૪૭, કપડવંજમાં ૩૪, વસોમાં ૭૪, ગળતેશ્વરમાં પ૦ અને ઠાસરામાં ૩૦ મીમી મળીને કુલ પ૬૬ મીમી વરસાદ નોંધાયો હતો.
વડોદરા, પંચમહાલ, ડભોઇ, નસવાડી, જેતપુર તથા દાહોદ અને છોટા ઉદેપુર અને પંચમહાલના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો. ઉપરાંત દ.ગુજ.માં સુરત, નવસારી, સાપુતારામાં ભારે વરસાદ તુટી પડયો હતો. જયારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડયા હતા. ઝાલાવાડના સુરેન્દ્રનગર, ચૂડા, ધાંગધ્રા, લખતર, વઢવાણ, મૂળી સહિત અનેક િવસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા િજલ્લામાં િહમ્મતનગર, પ્રાંિતજ, બાયડ, મેઘરજ સહિત અનેક િવસ્તારોમાં આખો િદવસ વરસાદના હળવાથી ભારે ઝાપટા ચાલુ રહ્યા હતા જેમાં એકથી માંડી ઈંચ સુધીના વરસાદ પડ્યાના અહેવાલ સાંપડ્યા છે. ઉપરાંત નર્મદા ડેમ છલકાઈ જવાને કારણે ભરૂચ અને નર્મદા િજલ્લાના અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધ્ય અને દિક્ષણ ગુજરાતમાં ભારે વરસાદ અને મોટા ડેમોમાંથી પાણી છોડવાને કારણે નાના ડેમો , કોઝવે વગેરે છલકાઈ ગયા હતા અને ઉકાઈ ડેમમાંથી મોડી રાત્રે પાણીનો જથ્થો છોડાવાનો હતો.
{મધ્ય-દ.ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
ગણેશ વિસર્જનને દિવસે મેઘરાજાનો જળાભિષેક
િહ