એજન્સી. નવી દિલ્હી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી. નવી દિલ્હી
દિલ્હીમાંસરકાર બનાવવા માટે તૈયાર ભાજપ સામે ધારાસભ્યોના ખરીદ-વેચાણના આરોપ મુકાયા છે. આમ આદમી પાર્ટી (આપ)એ સ્ટિંગ ઓપરેશન કરીને આરોપ મૂક્યો છે અને જણાવ્યું કે દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ શેરસિંહ ડાગરે આપના ધારાસભ્યને ચાર કરોડ રૂપિયા આપવાની ઓફર કરી છે. ‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે ‘ઓપરેશન પર્દાફાશ’
...અનુસંધાનપાના નં.8
નામેકરેલા સ્ટિંગની સીડી જારી કરી છે. સીડીમાં ડાગર સંગમ વિહારના ‘આપ’ના ધારાસભ્ય દિનેશ મોહનિયાને પોતાની તરફેણમાં કરવાની કોશિશ કરતા દેખાય છે. સીડીમાં મધ્યસ્થી રઘુબીર દહિયા અને આપના ધારાસભ્ય વિવેક યાદવને પણ જોઇ શકાય છે.
કેજરીવાલે જણાવ્યું કે ડાગરે મોહનિયાને નાણાં અને હોદ્દાની લાલચ આપી છે પરંતુ સ્ટિંગથી ભાજપના કૃત્યોનો ઘટસ્ફોટ થઇ ગયો છે. સ્ટિંગની સીડી સુપ્રીમકોર્ટને સુપરત કરવામાં આવશે. ચૂંટણીપંચને પણ ફરિયાદ કરવામાં આવશે.

ભાજપે નોટિસ જારી કરી
સીડી બહાર આવ્યા પછી ભાજપે ડાગરને નોટિસ જારી કરી છે. ડાગર પાસે ત્રણ દિવસમાં નોટિસનો જવાબ માગવામાં આવ્યો છે. પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાએ સીડીની તપાસની પણ માગણી કરી છે. તેમણે જણાવ્યું કે ‘આપ’ના નેતા કોઇની સામે પણ અન્ય કોઇ પણ આરોપ મૂકી શકે છે.

ભાજપને ઉપરાજ્યપાલના આમંત્રણનો ઇન્તેજાર
ભાજપના એક ટોચના નેતાએ જણાવ્યું કે તેમનો પક્ષ દિલ્હીમાં સરકાર બનાવવા માટે તૈયાર છે. ભાજપ ઉપરાજ્યપાલના આમંત્રણની રાહ જોઇ રહ્યો છે.
આપ નેતાને મળ્યો હતો : ડાંગર
શેરસિંહ ડાગરેઆરોપોને બકવાસ ગણાવી જણાવ્યું મોહનિયા મને મળવા માટે ઘરે આવ્યા હતા. તેઓ પોતાના પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપ પાસેથી ટિકિટ ઇચ્છતા હતા. મેં તેમને એટલું કહ્યું હતું કે હું બાબતે હાઇકમાન્ડ સાથે વાત કરીશ.
{િસ્ટંગ ઓપરેશનને કારણે ભાજપને મુશ્કેલી
િસ્ટંગનો સ્ટન્ટ|િદલ્હીમાં સત્તાની હાડમારી
ભાજપના નેતાની આપના MLAને 4 કરોડની લાંચ