• Gujarati News
  • National
  • યુનિ.ઓમાં કેશલેસ સુવિધા ઊભી કરવા તાકીદ

યુનિ.ઓમાં કેશલેસ સુવિધા ઊભી કરવા તાકીદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતભરનીતમામ સરકારી અને ખાનગી યુનિ.ઓમાં આગામી દિવસોમાં કેશલેસ સુવિધા ઊભી કરવાનો આદેશ શિક્ષણ વિભાગ દ્વારા કરાયો છે. યુનિ.ઓમાં સિસ્ટમ કાર્યરત થયા બાદ રોકડ લગભગ ભુલાઇ જશે અને તમામ વ્યવહારો ઓનલાઇન થઇ જશે. રાજ્યની સરકારી અને ખાનગી

યુનિવર્સિટીઓએ પણ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેનોઅહેવાલ દર 15 દિવસે સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગને આપવાનો રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં વધુમાં વધુ કેશલેસ વ્યવહારો થાય તેવી વ્યવસ્થા અમલમાં મુકવા કરેલા સૂચનોના આધારે શિક્ષણ વિભાગ દ્વારા દરેક યુનિ.ઓને તાકીદે કેશલેસ સુવિધા ઊભી કરવા પરિપત્ર કરી દેવાયો છે. જેમાં યુનિવર્સિટી અને કોલેજોએ ઓનલાઇન પેમેન્ટ, પીઓએસ મશીન, વોલેટ વગેરે ઊભા કરવા તાકીદ કરાઈ છે. સિવાય કેશલેસ સુવિધાઆનો તાકીદે અમલ થાય તે માટે સંસ્થાઓએ કેશલેસ સંબંધિત સાધન સામગ્રી તાકીદે પૂરી પાડવાની રહેશે. યુનિવર્સિટીમાં અંદરોઅંદર થતાં ખાતાકીય વ્યવહારો પણ એનઇએ ફટી, આરટીજીએસ, પીએસઓ અને ઓનલાઇન કરવાની સૂચના આપવામાં આવી છે. તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં દરેક શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસો અને યુનિવર્સિટીઓમાં પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની રહેશે. યુનિ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓનલાઇન કેશલેસ વ્યવહારની માહિતી મળી રહે તે માટે બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે. સંસ્થાઓએ વેબસાઇટો પર માહિતી મુકવી પડશે.

સરકારી અને ખાનગી યુનિ.માં જરૂરી ઓનલાઇન સિસ્ટમ તત્કાલ ઊભી કરવાની રહેશે

યુનિવર્સિટીમાં થતાં ખાતાકીય વ્યવહારો પીએસઅો અને ઓનલાઇન કરવાની શિક્ષણ વિભાગે સૂચના આપી

અન્ય સમાચારો પણ છે...