તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટેલરની સદી, પાકિસ્તાન સામે 369 રનનો લક્ષ્યાંક

ટેલરની સદી, પાકિસ્તાન સામે 369 રનનો લક્ષ્યાંક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિડલઓર્ડર બેટ્સમેન રોઝ ટેલરે ફોર્મમાં વાપસી કરીને અણનમ સદી ફટકારી હતી જેની મદદથી ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ચોથા દિવસે પાકિસ્તાન સામે વિજય માટે 369 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ટેલરે અણનમ 102 રન કર્યા હતા. ઉપરાંત લાથામે 80 રનની ઇનિંગ્સ રમી હતી. જેના કારણે ન્યૂઝીલેન્ડે પોતાની બીજી ઇનિંગ્સ પાંચ વિકેટે 313 રન કરીને ડિકલેર કરી દીધી હતી. કિવિના પ્રથમ ઇનિંગ્સમાં 271 રનના જવાબમાં પાકિસ્તાને પોતાની પહેલી ઇનિંગ્સમાં 216 રન કર્યા હતા.ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને ચોથા દિવસે બીજા દાવમાં ત્રણ ઓવર રમવાની તક આપી હતી પરંતુ તેણે કોઇ પણ નુકસાન વગર એક રન કર્યો હતો. સમી અસલમ એક રન કરીને રમી રહ્યો છે. પાકિસ્તાન માટે પડકાર ખૂબ મુશ્કેલ છે કારણ કે મેદાન પર સૌથી મોટો પડકાર હાંસલ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે તેણે 16 વર્ષ પહેલા 212 રન કરીને મેચ જીતી લીધી હતી. અગાઉ ટેલરે પોતાની કારકિર્દીની 16મી સદી ફટકારી હતી. ત્યાર બાદ કેન વિલિયમ્સને કિવિનો બીજો દાવ ડિકલેર કરી દીધો હતો. ટેલરે 134 બોલમાં 16 બાઉન્ડ્રી ફટકારી હતી. પાકિસ્તાન માટે ઇમરાન ખાને 76 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...