તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 96માં જન્મજયંતિ મહોત્સવ અને અડાજણ બીએપીએસ મંદિરના

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 96માં જન્મજયંતિ મહોત્સવ અને અડાજણ બીએપીએસ મંદિરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 96માં જન્મજયંતિ મહોત્સવ અને અડાજણ બીએપીએસ મંદિરના 20 વર્ષની પૂર્ણાહુતિ અંગે દાંડી રોડ ખાતે આયોજિત વિશાળ સ્વામિનારાયણ નગરમાં સોમવારે શહેરની વિવિધ શાળાનાં હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા. વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ વિવિધ પ્રદર્શન ખંડો અને કલાત્મક સુંદર મંદિરના દર્શન કરી ઉત્સાહીત થઇ ગયા હતા. બાળકોએ સેવા,સમર્પણ,સ્વચ્છતા,શિસ્ત અને પ્રાણિકતા તથા વ્યસનમુક્તિના સંકલ્પો લીધા હતા. પૂજ્ય મહંતસ્વામીના પ્રાત:પુજા દર્શન માટે પણ હરિભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારે પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય મહંતસ્વામીએ જણાવ્યું હતું કે, તા.28 નવેમ્બર 1976ના દિવસે તાપી જિલ્લાના વ્યારા ખાતે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો 56મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો હતો.

બીજા દિવસે હજારો વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ નગરની મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...