• Gujarati News
  • સરકારે 43 દેશો માટે ઇ વિઝા સવલત શરૂ કરી

સરકારે 43 દેશો માટે ઇ-વિઝા સવલત શરૂ કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રક્રિયા હશે

પ્રવાસનક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અમેરિકા, જર્મની અને ઇઝરાયલ સહિત કુલ 43 દેશોના મુલાકાતીઓ માટે ઇ-વિઝા સવલતની શરૂઆત કરી છે. પગલાની લાંબા સમય રાહ જોવાઇ રહી હતી.

ઇ-વિઝા સુવિધાની શરૂઆત કરતી વખતે ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે, અમે દેશમાં મોટા પાયે પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. હાલમાં પ્રવાસન ક્ષેત્રનો જીડીપીમાં ફાળો 7 ટકા જેટલો છે અને અમે તેને વધારીને બમણો કરવા માગીએ છીએ.’ હવે દેશોના પ્રવાસીઓએ નક્કી કરેલી વેબસાઇટ પર જઇને ઇ-વિઝા માટે અરજી કરવાની રહેશે અને માત્ર 72 કલાકમાં ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇટીએ) પ્રાપ્ત કરી શકશે. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, અત્યારે પ્રથમ તબક્કામાં અમે સુવિધા માટે 43 દેશોનો સમાવેશ કર્યો છે.

> વિઝામેળવવા ઓનલાઇન પોર્ટલ (https://indianvisaonline.gov.on/) પર જવું પડશે.

>જમણીબાજુ ટુરિસ્ટ વિઝા ઓન એરાઇવલ સેક્શન છે.

>અહીંજઇને ફોર્મ ભરવું પડશે અને જરૂરી ફી ચૂકવવી.

>ટુરિસ્ટનેએક ઇમેલ મળશે. તે 30 દિવસ સુધી વેલિડ હશે.

દેશોનોસમાવેશ

પ્રથમતબક્કામાંસરકારે ઇ-વિઝા સુવિધા માટે અમેરિકા, જર્મની અને ઇઝરાયેલ ઉપરાંત રશિયા, યુક્રેન, બ્રાઝિલ, યુએઇ, જોર્ડન, કેન્યા, ફિજી, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, સિંગાપોર, મોરેશિયસ, મેક્સિકો, નોર્વે, ઓમાન અને ફિલિપાઇન્સ જેવા દેશોનો સમાવેશ કર્યો છે.

9એરપોર્ટ પર સુવિધા

સુવિધાનવ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અપાશે જે દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, કોચી, થિરુવનંતપુરમ અને ગોવા છે.

{ પ્રવાસીઓને 72 કલાકમાં મંજૂરી મળશે