• Gujarati News
  • સ્ત્રી સમાનતાની માત્ર વાતો, અમલને નામે મીડું!

સ્ત્રી સમાનતાની માત્ર વાતો, અમલને નામે મીડું!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિ

વિધ આંતરરાષ્ટ્રીય દિવસો (જેમ કે મજુર દિન, નાગરિક અધિકાર દિન) વગેરેની ઉજવણી જ્યારે એક દિવસ થાય છે ત્યારે મહિલા હિંસા મુક્તિની વાત સતત પંદર દિવસ કરવી પડે છે, તે વાત સમસ્યાની ગંભીરતાનો ખ્યાલ આપે છે. રોગ કેટલા ઊંડા મૂળ નાખીને બેઠો છે તે જોઈએ તો પખવાડિયું 25 નવેમ્બર થી 10 ડીસેમ્બર સુધી ઉજવાઈ રહ્યું છે છતાં ભારતમાં જાણે આની કોઈએ નોંધ પણ લીધી નથી. અન્ય દિવસોની ઉજવણી હોય તો અનેક સમારંભો થયા હોત, પરિસંવાદો યોજાયા હોત, પ્રતિજ્ઞાઓ (પ્લેજ) લેવાડાવાઈ હોત, સરકારી રહે કાર્યક્રમો થયા હોત તથા માધ્યમોએ તેને પ્રસિદ્ધિ આપી હોત. પરંતુ ‘મહિલા હિંસા વિરોધી પખવાડિયા’ની કોઈ પ્રસિદ્ધિ આપણા છાપ માધ્યમો કે વિજાણુ માધ્યમોમાં થતી જોવા મળતી નથી. આમ કેમ ?આ સવાલ કલ્ચરનો છે. હજી આપણે ત્યાં વિવિધ પ્રકારની સમાનતાઓ સ્થાપિત અથવા સંસ્થીકૃત થઇ નથી. આથી ઉપવર્ગોએ ઉપેક્ષિત રહેવું પડે તેમ છે. આપણે આર્યપત્નીની વાત કરીએ છીએ પરંતુ આર્યપતિની વાત નથી કરતા. હજી પત્ની પતિને નામ દઈને બોલાવી નથી શકતી. પતિ પત્નીને તું કહે છે, જયારે પત્ની પતિને તમે કહે છે. વાત અસમાનતાનું સંસ્થીકરણ બતાવે છે. મહિલા પર હિંસા સંસ્થીકરણ નો ભાગ છે.

જો ગણાવવા બેસીએ તો ખ્યાલ આવે કે કેટ કેટલા પ્રકારની મહિલા વિરોધી હિંસા હોઈ શકે. હિંસાનું વરવું સ્વરૂપ એટલે બળાત્કાર. બળાત્કાર એટલે મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે જાતીય સંબંધ બાંધવો કે બાંધવાની કોશિશ કરાવી. લગ્ન સંબંધમાં પણ બળાત્કાર થતા હોય છે. કોઈ મહિલા નાના ગુના માટે પકડાય તો તેને જેલમાં, પોલીસ કસ્ટડીમાં પણ બળાત્કારનો ભોગ બનવું પડે છે. દિલ્હીમાં નીર્ભયાના કેસે થોડી ઘણી જાગૃતિ આણી છે. આમાં હીન કક્ષાની વાત તો છે કે જયારે કોઈ સ્ત્રી બળાત્કારની ફરિયાદ કરે ત્યારે તે સ્ત્રી હલકા ચારિત્ર્યની છે તેવું કહેવાય છે.

હિંસાનું પછીનું સ્વરૂપ ઘરેલું હિંસાનું છે. ઘરેલું હિંસા એટલે કુટુંબમાં કુટુંબી પુરુષો દ્વારા આચરતી હિંસા. આમાં વડીલોની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરનાર સ્ત્રીને મારી નાખવી (ઓનર કિલિંગ), સ્ત્રી પાસે ડાવરી કે પૈઠણની માગણી કરવી, તેજાબ ફેંકવો વગેરે હિંસાના સ્વરૂપો છે. ખેતરોમાં કામ કરતી મહિલા મજૂરથી માંડીને બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતી મહિલાઓ તથા સ્ત્રી અદાકારો ઉપર કાસ્ટિંગ કાઉચ, મહિલાને અભદ્ર ઈશારા કરવા, અશ્લીલ સહિત્ય બતાવવું, તેમની છેડતી કરવી કે ડર બતાવીને તેમની સાથે જાતીય સંબંધ બંધાવો વગેરે અને