• Gujarati News
  • IIMમાં આજથીકોન્ફ્લુઅન્સનો પ્રારંભ

IIMમાં આજથીકોન્ફ્લુઅન્સનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇઆઇએમ-અમદાવાદમાં આવતીકાલ તા.28 નવેમ્બરથી તા.30 નવેમ્બર સુધી બિઝનેસ સિમ્પોઝિમ ‘કોન્ફ્લુઅન્સ’નું આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફ્લુઅન્સ એશિયાની સૌથી મોટી બિઝનેસ સ્કૂલ સમિટ છે જેમાં તમામ આઇઆઇએમ સહિત અન્ય બિઝનેસ સ્કૂલના 300થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. વર્ષે કોન્ફ્લુઅન્સની થીમ ‘બ્લૂ પ્રિન્ટ ઓફ ઇન્ડિયન રિનેસન્સ’ રાખવામાં આવી છે. આઇઆઇએમ- અમદાવાદ પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે કોન્ફ્લુઅન્સનું આયોજન કરવામાં આવે છે. ત્રણ દિવસ દરમિયાન પોલિસી, કોમર્સ, પોલિટિકસ જેવા ક્ષેત્રોમાંથી પર્સનાલિટીસ લેક્ચર્સ આપશે.