• Gujarati News
  • હેલમેટ પર ચર્ચા બેકાર

હેલમેટ પર ચર્ચા બેકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માઇકલ વોન, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન (ડીએનએમાંથી સાભાર)

હ્યુજીસનામોતથી ક્રિકેટમાં નવા પ્રકારનો ભય પેદા કરી દીધો છે. હવે જ્યારે બેટ્સમેન મેદાન પર હશે તો તેને એવું લાગશે કે તે એવી જગ્યા પર છે જ્યાં ક્યારેય પણ ગંભીર ઇજા થઇ શકે છે. જો પિચનો બાઉન્સ અનિયમિત હોય તો ઝડપથી આવતો બોલ માથું ફાડી શકે છે. ઇજા અંગે બે સવાલ વધારે ઉઠાવાય છે. હેલમેટની ક્વોલિટી અને બાઉન્સર રમવાની દક્ષતા. પરંતુ ચર્ચા બેકાર છે. હ્યુજીસને થયેલી ઇજાની પાછળ સુરક્ષાત્મક ઉપકરણ, ટેક્નિકલ અથવા અન્ય ખામી જેવું કોઇ કારણ શોધવું બેકાર છે. જ્યારે ખેલાડી ચાર-છ કલાક સતત રમે છે ત્યારે એકાદ બોલ જજ કરવામાં ભૂલ થઇ શકે છે. કેટલી વખત બેટ્સમેન ભૂલ કરતો હશે. કદાચ લાખો વખત.

આખરે હ્યુજીસ બર્થ-ડેના 3 દિવસ અગાઉ રનઆઉટ

નસ ફાટવાથી મોત નીપજ્યું

સમગ્ર ક્રિકેટવિશ્વ આઘાતમાં

જન્મ :30 નવેમ્બર, 1988

નિધન:27 નવેમ્બર, 2014

હ્યુજીસના માથાના પાછલા ભાગ પર બોલ વાગ્યો હતો. તેની ઝડપ 140 કિ.મી.ની હતી.

{બોલ વાગવાથી મસ્તષ્ક સુધી જતી રક્તવાહિની ફાટી ગઇ હતી અને બ્લીડિંગ થયું હતું.

{ ડોક્ટરટોની ગ્રેબ્સે જણાવ્યું કે વિચિત્ર દુર્ઘટના હતી. ક્રિકેટમાં આવો કેસ પહેલાં ક્યારેય નથી જોયો. ઇતિહાસમાં અત્યાર સુધી 100 કેસ આવ્યા છે.

અહીં વાગ્યો હતો બોલ