• Gujarati News
  • નહેરુ જયંતી સમિતિના મોદી અધ્યક્ષ બન્યા

નહેરુ જયંતી સમિતિના મોદી અધ્યક્ષ બન્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : કેન્દ્રસરકારે પંડિત જવાહરલાલ નહેરુની 125મી જયંતી સમારોહની સમિતિની પુન:રચના કરી છે. મનમોહનસિંઘની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના અધ્યક્ષ હશે. રાજકીય રીતે અગત્યનું પગલું ભરતા મોદી સરકારે સમિતિમાં નહેરુ-ગાંધી પરિવારના એક પણ સભ્યને તેમાં અધ્યક્ષ રાખ્યા નથી.

નવી સમિતિમાં કોંગ્રેસના કેટલાક નેતાનો સમાવેશ થાય છે, જેમાં રાજ્યસભાના કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ગાંધી પરિવારની નજીક ગણાતા ડૉ. કર્ણસિંહનો સમાવેશ થાય છે. પીએમઓએ બહાર પાડેલા નિવેદન અનુસાર સમિતિની પહેલી બેઠક દિવાળી પછી યોજાશે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 125મી જયંતી 14મી નવેમ્બરે છે.

નવી રચાયેલી સમિતિના અધ્યક્ષ મોદી છે. તેમાં ગૃહપ્રધાન રાજનાથસિંહ, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, નાણાપ્રધાન અરુણ જેટલી, એચઆરડી પ્રધાન સ્મૃતિ ઇરાની, સૂચનાપ્રધાન પ્રકાશ જાવડેકર, સંસ્કૃતિ પ્રધાન શ્રીપદ યસોનાયકનો સમાવેશ થાય છે. સમિતિમાં ત્રણ પત્રકારો રજત શર્મા, સ્વપન દાસગુપ્તા અને એમ. જે. અકબરનો સમાવેશ કરાયો છે. અન્ય સભ્યોમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ રામ નરેશ યાદવ, સિક્કિમના પૂર્વ રાજ્યપાલ બી. પી. સિંહ અને લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ છે.