• Gujarati News
  • રાજયની નવી ઉધોગ નીતિમાં લઘુ અને મઘ્યમ ઉધોગોને રાહતોની લહાણી કરાશે

રાજયની નવી ઉધોગ નીતિમાં લઘુ અને મઘ્યમ ઉધોગોને રાહતોની લહાણી કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૧ લાખ યુવાનોને રોજગારની તક
લઘુ-મઘ્યમ ઉધોગોની સંખ્યામાં વધારો થશે
લઘુ અને મઘ્યમ ઉધોગોને શું ફાયદો?
રાજયના ઉધોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વર્ષ ૨૦૦૯માં અમલી બનાવાયેલી ઉધોગ નીતિની અવધિ પૂર્ણ થતાં હવે રાજય સરકાર દ્વારા નવી ઉધોગ નીતિ તૈયાર કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. વર્તમાન સમય અને રાજયમાં યુવા રોજગારીની આવશ્યકતાને ઘ્યાને રાખીને સરકાર દ્વારા આ વખતની ઉધોગ નીતિમાં મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ (લઘુ અને મઘ્યમ કદના ઉધોગોના વિકાસ ઉપર ઘ્યાન કેન્દ્રિત કરવામાં આવી રાું છે. આ સેકટરને પ્લોટ, ઇન્ફ્રાસ્ટ્રકચર, ફાઈનાન્સિયલ સપોટર્ અને સબસિડી સહિતના અનેકવિધ લાભો આપવાની વિચારણા થઇ રહી છે. દિવાળી આસપાસ નવી ઉધોગ નીતિની જાહેરાત કરાય તેવા પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરાયા છે.
આગામી વાયબ્રન્ટ સમિટમાં નવી નીતિના આધારે એમઓયુ અને મૂડી રોકાણ માટે લઘુ તથા મઘ્યમ ક ાાના ઉધોગોને આકર્ષી શકાશે. નવી ઉધોગ નીતિ માટે ઉધોગને લગતા વિવિધ ોત્રો માટે અલગ અલગ ટાસ્ક ગ્રૂપ બનાવવામાં આવ્યા છે.
લઘુ અને મઘ્યમ ઉધોગોને પ્રોત્સાહન અપાતા યુવા ઉધોગ સાહસિકતાને પ્રોત્સાહન મળવાની સાથે એક લાખ રોજગારીની તકો પણ વધારી શકાશે.
રાજયમાં હાલ અંદાજે ૩૫ લાખ જેટલા લઘુ અને મઘ્યમ કદના ઉધોગો કાર્યરત હોવાનો દાવો સરકાર કરી રહી છે. સરકાર દ્વારા નવી પોલિસીમાં એમએસએમઇ સેકટરને કેન્દ્રમાં રખાય તો આવા ઉધોગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની શકયતા પણ વ્યકત થઇ છે.
નવી નીતિમાં લઘુ અને મઘ્યમ ઉધોગો માટે અલગ પોકેટ વિકસાવવા, તેમને નાના પ્લોટ, આંતરમાળખાકીય સુવિધાઓ, ઝડપથી મંજૂરી મળે તેવી વ્યવસ્થા, નાણાકીય સહાય, લોનના વ્યાજમાં સબસિડી જેવા લાભોના સૂચનો થયા છે.
ગાંધીનગર