તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુપીએની 1,387 કરોડની ડિફેન્સ ડીલમાં કટકીનો આરોપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુપીએની 1,387 કરોડની ડિફેન્સ ડીલમાં કટકીનો આરોપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બ્રાઝીલની એરક્રાફ્રટ નિર્માતા કંપનીની સાથે 2008માં ત્રણ જેટ વિમાન ખરીદવા માટે સોદો થયો હતો

યુપીએસરકારના સમયે થયેલો 1,387 કરોડ રૂપિયાનો અન્ય એક સંરક્ષણ સોદો વિવાદોમાં ઘેરાઇ ગયો છે. બ્રાઝીલના એક અખબાર મુજબ ત્રણ ઇએમબી-145 જેટ વિમાનોના સોદામાં વચેટિયાને લાંચ આપવાના મામલામાં બ્રાઝીલની વિમાન નિર્માતા કંપની એમ્બ્રાયર આરોપોના ઘેરામાં છે. બ્રાઝીલ અને અમેરિકી કાયદા મંત્રાલય તેની તપાસમાં લાગી ગયા છે.

ખુલાસા અંગે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ કંપની પાસે 15 દિવસમાં સ્પષ્ટતાની માગણી કરી છે. જવાબ મળ્યા પછી આગળ કાર્યવાહી કરાશે. યુપીએ સરકારના સમયમાં થયેલા વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા પછી શંકાના ઘેરામાં આવનાર બીજો સોદો છે.

એમ્બ્રાયરનો ભારત સાથે 2008માં સોદો થયો હતો. કંપની પાસેથી ડીઆરડીઓની 2,520 કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી એરબોર્ન અર્લી વોર્નિંગ એેન્ડ કન્ટ્રોલ સિસ્ટમ પરિયોજના માટે ત્રણ જેટ વિમાન ખરીદવામાં આવ્યા હતા. ડીઆરડીઓએ ગયા વર્ષે ડિેસેમ્બરમાં ત્રણે વિમાન પ્રોજેક્ટમાં તૈનાત કર્યા હતા.

બ્રાઝીલના અખબાર ‘ફોલ્હા ડે સાઓ પાઉલો’ મુજબ ડોમિનિક પ્રજાસત્તાકની સાથે થયેલી ડીલ પર શંકા પછી 2010થી અમેરિકા એમ્બ્રાયર સામે તપાસ કરી રહ્યું છે. બાદમાં ભારત અને સાઉદી અરેબિયા સહિત 8 દેશો સાથે થયેલી એમ્બ્રાયરની ડીલ પણ તપાસમાં સામેલ કરી લેવામાં આવી. અમેરિકી કાયદા મંત્રાલય તપાસ કરી રહ્યું છે કે સોદાઓ માટે એમ્બ્રાયરે લાંચ તો આપી નથી. એવી શંકા છે કે બ્રિટનમાં બેઠેલા એક ભારતીય બિઝનેસમેને કંપની માટે વચેટિયાની ભૂમિકા ભજવી છે.

અખબાર મુજબ કંપની અમેરિકી અધિકારીઓ સાથે તપાસમાં સહયોગ કરી રહી છે. સાથે સંભવિત દંડ માટે 1333 કરોડ રૂપિયા અલગ રાખી દીધા છે. એમ્બ્રાયરના ડિફેન્સ સેલ્સ મેનેજર અલ્બર્ટ ફિલીપને ટાંકીને જણાવ્યું કે યુરોપમાં કંપનીના પૂર્વ સેલ્સ ડિરેક્ટરે જણાવ્યું કે કંપનીએ એક વ્યક્તિ સાથે સંપર્ક સાધ્યો હતો, જે અમેરિકાને સર્વિલાંસ સિસ્ટમ વેચવાની ડીલમાં મદદ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો