તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાશ્મીર : અથડામણમાં વધુ બે યુવકનાં મોત બાદ તંગદિલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીર : અથડામણમાં વધુ બે યુવકનાં મોત બાદ તંગદિલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકનું ટીયર ગેસના સેલથી બીજાનું પેલેટગનથી મૃત્યુ, મૃત્યુઆંક 75 થયો

દક્ષિણકાશ્મીરમાં સલામતી દળો અને દેખાવકારો વચ્ચે સર્જાયેલી અથડામણો દરમિયાન વધુ બે યુવકનાં મોત થયા બાદ સમગ્ર કાશ્મીર ખીણમાં તનાવ વધી ગયો છે અને ખીણની હિંસાનો મૃત્યુઆંક વધીને 75 થઇ ગયો છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે તુકરૂ ખાતે પથ્થરમારો કરતા દેખાવકારોને વિખેરવા માટે પોલીસે છોડેલા ટીયર ગેસનો સેલ માથામાં વાગવાથી સયાર એહમદ શેખનું મૃત્યુ નીપજ્યું હતું. અનંતનાગના બોટેનગૂ ખાતે પોલીસે પેલેટગનનો ઉપયોગ કરતા અન્ય એક યુવક યાવર ભટનું મૃત્યુ નીપજ્યું હતું.

સમગ્ર કાશ્મીરમાંથી કર્ફ્યુ ઉઠાવાયો

જુમાનીનમાઝને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યા બાદ એક દિવસ માટે સમગ્ર કાશ્મીરમાંથી કરફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે. શનિવારે ખીણમાં સતત 64મા દિવસે પણ સામાન્ય જનજીવન ખોરવાયેલું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો