તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભારત એ સામે ઓસી.ને જીત માટે 100 રનની જરૂર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત-એ સામે ઓસી.ને જીત માટે 100 રનની જરૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા-એઅને ભારત-એ વચ્ચેની બિનસત્તાવાર ટેસ્ટ મેચ ત્રીજા દિવસના અંતે અત્યંત રસપ્રદ વળાંકે પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા-એએ પહેલા 159 રનનો પીછો કરતા દિવસના અંત સુધીમાં પોતાની ચાર વિકેટ માત્ર 59 રનમાં ગુમાવી હતી. ઓસ્ટ્રેલિયા-એને મેચ જીતવા માટે જ્યારે 100 રનની જરૂરીયાત છેે ત્યારે ભારત-એને 6 વિકેટની જરૂરીયાત છે. ઓસ્ટ્રેલિયા-એની બીજી ઈનિંગ્સમાં શાર્દુલ ઠાકુરે 14 રન પર 2 વિકેટ, વરુણ આરોને 28 રન પર 1 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 15 રન પર 1 વિકેટ લીધી હતી. પહેલા ભારતે બે વિકેટે 44 રનોથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ભારત-એ ટીમે પોતાની 9 વિકેટ માત્ર 120 રન પર ગુમાવી હતી પરંતુ જયંત યાદવે 75 બોલમાં 8 બાઉન્ડ્રીની મદદથી કિંમતી 46 રન બનાવી ભારતને 156 રનના સ્કોર સુધી પહોંચાડી હતી. ભારતે પહેલી ઈનિંગ્સમાં 2 રનની લીડ મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો